back to top
Homeગુજરાતસ્માર્ટમીટર લગાવવાની કામગીરી રોકાવી:પાટણની પ્રાર્થના વિહાર સોસાયટીમાં રહીશોનો વિરોધ, કોંગ્રેસની ટીમે UGVCLના...

સ્માર્ટમીટર લગાવવાની કામગીરી રોકાવી:પાટણની પ્રાર્થના વિહાર સોસાયટીમાં રહીશોનો વિરોધ, કોંગ્રેસની ટીમે UGVCLના અધિકારીઓને ફોન કરી કામ રોકાવ્યું

પાટણ શહેરમાં અંબાજી નેળીયા વિસ્તારમાં આવેલી પ્રાર્થના વિહાર સોસાયટીમાં જીઈબી દ્વારા રહીશોની મંજૂરી વગર હાથ ધરાયેલી સ્માર્ટ મીટર લગાવવાની કાર્યવાહી સામે શહેર કોંગ્રેસ સમિતિએ સ્થળ પર પહોંચી જીઇબીના ઉચ્ચ અધિકારીઓ સાથે ટેલીફોનિક વાર્તાલાપ કરી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી બંધ કરાવી હોવાનું શહેર કોગ્રેસ સમિતિના પ્રમુખ સહિતના કાર્યકરોએ જણાવ્યું હતું. આ બાબતે મળતી માહિતી મુજબ ગુરૂવારે સવારે પાટણ શહેરના અંબાજી નેળિયા વિસ્તારમાં આવેલ પ્રાર્થના વિહાર સોસાયટીના ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવાની કાર્યવાહી જીઈબીના કર્મચારી દ્વારા હાથ ધરવામાં આવી હતી. પરંતુ લોકોએ સ્માર્ટ મીટર લગાવવાની મનાઈ કરતાં હોવા છતાં જીઇબીના કર્મચારીઓ દ્વારા જબરજસ્તીથી લોકોના ઘરમાં પ્રવેશ કરીને સ્માર્ટ મીટર બદલવાની કામગીરી ચાલુ રાખતા આ બાબતની જાણ વિસ્તારના લોકોએ પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખને કરતાં પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ પોતાના કાર્યકરોની ટીમ સાથે પાર્થના વિહાર સોસાયટી દોડી આવ્યા હતાં અને જીઈબી દ્વારા સ્માર્ટ મીટર લગાવતા કર્મચારી જોડે ચર્ચા કરી હતી. સરકારે સ્માર્ટ મીટર લગાવવાનું હાલ પૂરતું બંધ રાખેલ હોવા છતાં તમે કેમ મીટર લગાવો છો તેવી રજૂઆત કરતા જીઈબીના ફરજ પરના કર્મચારી દ્વારા સ્માર્ટ મીટર લગાવવા મામલે તેમના ઉચ્ચ અધિકારીને કોગ્રેસ પ્રમુખ સાથે ટેલીફોનિક વાતચીત કરાવતા કોગ્રેસ પ્રમુખે અધિકારીને સ્માર્ટ મીટર રહીશોના પાડે છે, તેમ છતાં તમારા કર્મચારી લોકોના ઘરમાં જબરજસ્તીથી પ્રવેશ કરી અને તેમના મીટરો બદલી રહ્યા હોવાનું જણાવી સ્માર્ટ મીટરના કારણે લોકોને વધારે બિલ આવવાનો ભય સતાવી રહ્યો છે, ત્યારે રહીશોની મંજૂરી વગર આવા સ્માર્ટ મીટરો ગ્રાહકના ઘરે ન લગાવવા રજૂઆત કરતાં અધિકારીએ ફરજ પરના કર્મચારીને સૂચના આપી પ્રાર્થના વિહાર સોસાયટીમાંથી સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયા બંધ કરવતા રહીશોએ પાટણ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ દીપક પટેલ, દિનેશ સોલંકી, અમરત પટેલ, યાસીન સુમરા, દિનેશભીલ, હર્ષદ વર્મા, મુકેશ મીરચંદાણી, સુરેશ પરમાર સહિતના કાર્યકરોનો આભાર વ્યકત કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments