આ વખતે ભારત ઈન્ડિયા ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં 20 ખેલાડીઓની ટીમને મેદાનમાં ઉતારશે. ગત સિઝનમાં આ ટુર્નામેન્ટમાં 14 ખેલાડીઓએ ભાગ લીધો હતો. લક્ષ્ય સેન અને પીવી સિંધુ ભારતીય ટુકડીનું નેતૃત્વ કરશે. આ ટુર્નામેન્ટ 14 જાન્યુઆરીથી નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી સ્ટેડિયમના કેડી જાધવ ઈન્ડોર હોલમાં રમાશે. ઓલિમ્પિક ચેમ્પિયન વિક્ટર એક્સેલસન, એન સે યંગ અને વર્લ્ડ નંબર 1 ખેલાડી શી યુકી જેવા સુપરસ્ટાર્સ પણ આ ટુર્નામેન્ટમાં રમતા જોવા મળશે. બેડમિન્ટન એસોસિયેશન ઑફ ઈન્ડિયાના જનરલ સેક્રેટરી સંજય મિશ્રાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે સુપર 750 ટુર્નામેન્ટમાં આટલા ભારતીય ખેલાડીઓની ભાગીદારી દર્શાવે છે કે ભારતીય બેડમિન્ટનનો વિશ્વ સ્તરે કેટલો વિકાસ થયો છે. આ વિશ્વ મંચ પર ભારતીય બેડમિન્ટનના વિકાસ અને ઉદયનો સંકેત છે. તેમણે વધુમાં કહ્યું કે આ તો માત્ર શરૂઆત છે. 2025 એક એવું વર્ષ હશે જેમાં મોટા નામોની સાથે વધુ નામો પણ સામેલ હશે. ચિરાગ-સાત્વિક સાઈરાજ મેન્સ ડબલ્સમાં નેતૃત્વ કરશે
ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી મેન્સ ડબલ્સમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. બંને જોડી ગયા વર્ષે ફાઈનલમાં પહોંચી હતી, જો કે, તેઓ જીતવામાં સફળ રહી ન હતી. પેરિસ ઓલિમ્પિક બાદ સાત્વિક ઈજાના કારણે વધુ મેદાન પર જોવા મળ્યો નથી. આવી સ્થિતિમાં તેના માટે આ ટુર્નામેન્ટમાંથી ફરીથી ફોર્મ મેળવવું એક મોટો પડકાર હશે. સિંધુના લગ્ન પછી પહેલી ઇવેન્ટ હશે
લગ્ન બાદ બે ઓલિમ્પિક મેડલ જીતનારી પીવી સિંધુની આ પ્રથમ ઇવેન્ટ છે. તેણે 22 ડિસેમ્બર, 2024ના રોજ હૈદરાબાદના વેંકટ દત્તા સાઈ સાથે લગ્ન કર્યા. ઈન્ડિયા ઓપન સુપર ગયા વર્ષે BWF વર્લ્ડ ટૂરનો ભાગ હતો
ઈન્ડિયા ઓપન સુપર 750 ઈવેન્ટ એ બેડમિન્ટન એસોસિયેશન ઑફ ઈન્ડિયા દ્વારા આયોજિત એક મોટી ટુર્નામેન્ટ છે. જેને 2023 માં સુપર 750 તરીકે પ્રમોટ કરવામાં આવ્યું હતું અને BWF વર્લ્ડ ટૂરનો ભાગ બન્યો હતો. જે ચેમ્પિયન બને છે તેને 11000 પોઈન્ટ આપવામાં આવે છે. ભારતીય ખેલાડીઓની યાદી:
મેન્સ સિંગલ્સ- લક્ષ્ય સેન, એચએસ પ્રણોય, પ્રિયાંશુ રાજાવત.
વુમન્સ સિંગલ્સ- પીવી સિંધુ, માલવિકા બંસોડ, અનુપમા ઉપાધ્યાય, અક્ષર્શી કશ્યપ.
મેન્સ ડબલ્સ- ચિરાગ શેટ્ટી/સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી, કે સાંઈ પ્રતિક/પૃથ્વી કે રોય.
વુમન્સ ડબલ્સ – ત્રિશા જોલી/ગાયત્રી ગોપીચંદ, અશ્વિની પોનપ્પા/તનિષા ક્રાસ્ટો, રુતુપર્ણા પાંડા/શ્વેતાપર્ણા પાંડા, મનસા રાવત/ગાયત્રી રાવત, અશ્વિની ભટ્ટ/શિખા ગૌતમ, સાક્ષી ગેહલાવત/અપૂર્વા ગેહલાવત, સાનિયા ઋષ્મીદાર/ગણેશર, શ્રીમાનદેવી/ગણેશર.
મિક્સ ડબલ્સ- ધ્રુવ કપિલા/તનિષા ક્રાસ્ટો, કે સતીશ કુમાર/આદ્યા વારિયાથ, રોહન કપૂર/જી રૂત્વિકા શિવાની, આસિથ સૂર્યા/અમૃત પ્રમુતેશ.