ઠગ સુકેશ ચંદ્રશેખર અવારનવાર એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝને પત્ર લખે છે. નવા વર્ષની શરૂઆતમાં ફરી એકવાર ઠગ સુકેશે પત્ર લખી જેકલીનની માફી માંગી છે અને તેને આગામી ફિલ્મ ‘ફતેહ’ માટે પણ અભિનંદન પાઠવ્યા છે. સુકેશે લખ્યું- આ ફિલ્મ જોવા માટે હું રાહ જોઈ શકતો નથી. બેબી ગર્લ, તારી સાથે જે બન્યું છે તેના માટે હું ફરીથી દિલગીર છું. આ સંબંધમાં, 2025 એક નવી શરૂઆત હશે. હું વચન આપું છું કે મારા અને આપણા પ્રેમ પર તને ગર્વ થશે. ‘2025 આપણું વર્ષ છે’
સુકેશે પત્રમાં લખ્યું- 2025, 9નું વર્ષ, આ આપણું વર્ષ છે. જે વર્ષમાં હું તારા માટે મારો પ્રેમ સાબિત કરવા જઈ રહ્યો છું. હું આપણા પ્રેમનું સૌથી મોટું સરપ્રાઈઝ આ દુનિયા સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું જે વિચારે છે કે હું ઝનૂની છું અને આપણો પ્રેમ ડરામણો છે. ‘હું તારા માટે પાગલ છું (જેકલીન)’
સુકેશે કહ્યું- એમાં કોઈ શંકા નથી કે હું તારા માટે પાગલ છું. જેમ તું હંમેશા કહે છે. આપણે જૂના જમાનાના લોકો છીએ. જો તમે ખરેખર તમારા જીવનસાથી માટે પ્રેમ શબ્દનો અર્થ સમજો છો, તો તમારે તેના પ્રેમમાં વધુ પાગલ થવું જોઈએ. સુકેશે જેકલીન માટે અનેક પ્રસંગોએ જેલમાંથી ભેટ મોકલી હતી
ઠગ સુકેશ ચંદ્રશેખર 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં છેલ્લા ઘણા સમયથી જેલમાં છે. મની લોન્ડરિંગ કેસમાં તપાસ દરમિયાન એ વાત સામે આવી હતી કે જેકલીન એક સમયે સુકેશ સાથે રિલેશનશિપમાં રહી હતી, જેના કારણે એક્ટ્રેસ પણ તપાસના દાયરામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે સુકેશ, જે પોતાને બિઝનેસમેન કહે છે, તેના જેકલીન સાથે સંબંધો હતા. તે સમયે તેણે તેમને ઘણી મોંઘી અને કિંમતી ભેટ પણ આપી હતી. બીજી તરફ, જેક્લિને પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું છે કે તેને ખબર નહોતી કે સુકેશ એક ઠગ માણસ છે. છેલ્લા ઘણા મહિનાઓથી સુકેશ ચંદ્રશેખર જેકલીનને ખાસ પ્રસંગોએ લવ લેટર લખીને ગિફ્ટ મોકલે છે. જેકલીનના વકીલે પણ આ પત્રો પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. કારણ કે તેનાથી તેમની ઈમેજ પર ખરાબ અસર પડી રહી છે. આ ફિલ્મોમાં જેકલીન જોવા મળશે
આગામી દિવસોમાં જેકલીન ફર્નાન્ડિસ 3 મોટી ફિલ્મોમાં જોવા મળવાની છે, જેમાં ‘ફતેહ’, ‘વેલકમ ટુ ધ જંગલ’ અને ‘હાઉસફુલ 5’નો સમાવેશ થાય છે.