back to top
Homeદુનિયાઅમેરિકા ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ પર પ્રતિબંધની તૈયારીમાં:સંસદના નીચલા ગૃહમાં બિલ પસાર, ઇઝરાયલના...

અમેરિકા ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ પર પ્રતિબંધની તૈયારીમાં:સંસદના નીચલા ગૃહમાં બિલ પસાર, ઇઝરાયલના PM વિરુદ્ધ ધરપકડ વોરંટનો વિરોધ

યુએસ સંસદના નીચલા ગૃહ, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે ગુરુવારે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) પર પ્રતિબંધ મૂકવાનું બિલ પસાર કર્યું હતું. અમેરિકાએ આ પગલું ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને પૂર્વ રક્ષા મંત્રી યોવ ગાલાંટ વિરુદ્ધ ICC દ્વારા જારી કરાયેલ ધરપકડ વોરંટ બાદ ઉઠાવ્યું છે. બિલ પર વોટિંગ દરમિયાન, 243 સાંસદોએ તેની તરફેણમાં મતદાન કર્યું, જ્યારે 140 સાંસદોએ તેની વિરુદ્ધમાં મતદાન કર્યું. ટેકો આપનારાઓમાં રિપબ્લિકન પાર્ટીના 198 અને ડેમોક્રેટિક પાર્ટીના 45 સાંસદો હતા. કોઈપણ રિપબ્લિકન ધારાસભ્યોએ બિલનો વિરોધ કર્યો નથી. ICCએ નેતન્યાહુ અને ગેલન્ટ વિરુદ્ધ ગાઝામાં યુદ્ધ અપરાધો, માનવાધિકાર ઉલ્લંઘન અને નરસંહાર માટે ધરપકડ વોરંટ જારી કર્યું છે. અમેરિકાએ પહેલા જ ICC પર પ્રતિબંધ લગાવી દીધો
અમેરિકાએ પહેલા જ ICC પર પ્રતિબંધ લગાવી દીધો છે. અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન 2020માં ICC પર પ્રતિબંધો લાદ્યા હતા. હકીકતમાં ICCએ અફઘાનિસ્તાનમાં અમેરિકાની ગુનાહિત ગતિવિધિઓ અને પેલેસ્ટાઈનમાં ઇઝરાયલની તપાસ શરૂ કરી હતી. ટ્રમ્પ પ્રશાસને આની સામે ICC પર પ્રતિબંધો લગાવ્યા હતા. જો કે, જો બાઈડન રાષ્ટ્રપતિ બન્યા પછી આ પ્રતિબંધો પાછળથી દૂર કરવામાં આવ્યા હતા. ગુરુવારે ગૃહ દ્વારા બિલ પસાર થયા પછી વિદેશી બાબતોની સમિતિના રિપબ્લિકન અધ્યક્ષ બ્રાયન માસ્ટે કહ્યું કે, અમેરિકા આ ​​કાયદો એટલા માટે પસાર કરી રહ્યું છે કારણ કે એક કાંગારૂ કોર્ટ અમારા સહયોગી ઇઝરાયલના PMની ધરપકડ કરવા માગે છે. નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર થયા બાદ ઘણા દેશોએ અલગ-અલગ વલણ અપનાવ્યું છે. ICC પાસે ધરપકડ કરવાની સત્તા નથી
ICCએ ગયા વર્ષે 21 નવેમ્બરે નેતન્યાહૂ વિરુદ્ધ વોરંટ જાહેર કર્યું હતું. જો કે, તેની પાસે ધરપકડ કરવાની સત્તા નથી. આ માટે તે તેના સભ્ય દેશો પર નિર્ભર છે. તે ફક્ત તે દેશોમાં જ તેની સત્તાનો ઉપયોગ કરી શકે છે જેણે આ અદાલતની સ્થાપના માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટની શરૂઆત 2002માં થઈ હતી
ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ એટલે કે આઈસીસીની શરૂઆત 1 જુલાઈ, 2002ના રોજ થઈ હતી. આ સંસ્થા વિશ્વભરમાં બનતા યુદ્ધ ગુનાઓ, નરસંહાર અને માનવતા વિરુદ્ધના ગુનાઓની તપાસ કરે છે. આ સંસ્થા 1998ના રોમ કરાર પર તૈયાર કરાયેલા નિયમોના આધારે કાર્યવાહી કરે છે. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટનું હેડક્વાર્ટર હેગમાં છે. રોમ એગ્રીમેન્ટ હેઠળ બ્રિટન, કેનેડા, જાપાન સહિત 123 દેશો ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટના સભ્ય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments