દર વર્ષે 11થી 17 જાન્યુઆરી દરમિયાન અકસ્માત પ્રત્યે જાગૃતિ લાવવા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ ઉજવાય છે. ગુજરાતમાં 2019થી 2023 દરમિયાન 77 હજારથી વધુ માર્ગ અકસ્માતમાં 36484 લોકોના મોત નીપજ્યાં હતા. જેમાં 54% એટલે કે 19709 લોકોની ઉંમર 35 વર્ષથી ઓછી હતી. હેલમેટ ન પહેરવાના કારણે 12,002 અને સીટ બેલ્ટ ન બાંધવાના કારણે 4,747 લોકોએ જીવ ગુમાવ્યો. 6503 હિટ એન્ડ રનમાં મૃત્યુ પામ્યા. 2020 બાદ અકસ્માતથી થતા મોતમાં 28%નો વધારો. 2020માં 6170 લોકોના મોત સામે 2023માં વધીને 7854 થયા હતા. સ્ટેટ કે નેશનલ હાઈવે કરતાં અંદરના રોડ પર વધુ અકસ્માત, 2020 બાદ મોતના આંકડામાં 28% નો વધારો શહેર કરતાં ગ્રામ્યમાં વધુ અકસ્માત, 8 હજારથી વધુ મોત રાત્રિ દરમિયાન
પાંચ વર્ષમાં રાજ્યમાં 6503 લોકોના મોત હિટ એન્ડ રનમાં થયા હતા. જે કુલ મોતના 18 ટકા છે. જ્યારે 8 હજાર વધુ લોકના મોત સાંજે 6 વાગ્યાથી લઇ રાતના 9 કલાકમાં નીપજ્યા હતા. શહેર કરતાં ગામડાંમાં વધુ અકસ્માત નોંધાયા હતા. એક્સપ્રેસ, નેશનલ હાઇવે કે સ્ટેટ હાઇવે પર નહીં પરંતુ સામાન્ય રોડ-રસ્તા પર સૌથી વધુ 15347 અકસ્માત થયા હતા. હેલ્મેટ-સીટ બેલ્ટ ન પહેરવાથી અકસ્માતમાં 45% મોત
પાંચ વર્ષમાં હેલમેટ ન પહેરવાના કારણે 12,022 લોકોના મોત નીપજ્યાં હતા. જેમાં સીટ પાછળ બેસેલ પેસેન્જર પણ સામેલ હતા. 4747નું સીટ બેલ્ટ ન બાંધવાના કારણે મોત નીપજ્યું હતું. 5323 અકસ્માતમાં ડ્રાઇવર પાસે લાઇસન્સ નહોતું. જે આ સમયગાળા દરમિયાન થયેલા કુલ 77 હજારથી વધુ અકસ્માતના 8% છે.