એમ.એસ. યુનિવર્સિટીના પૂર્વ વીસીએ હદ કરી 3 વર્ષમાં અધધ ફોટા પડવ્યા છે. ફોટોજીવી વીસી વિજય શ્રીવાસ્તવે યુનિ.ના વિવિધ કાર્યક્રમમાં વીસીના 50 હજાર કરતાં વધારે ફોટા પાડવામાં આવ્યા હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. યુનિવર્સિટીની 4 ટીબી હાર્ડડ્રાઇવ ફૂલ થઇ ગઇ હતી. વીસીની સૂચનાના પગલે એક કાર્યક્રમમાં 250 ફોટા પાડવામાં આવતા હતા. યુનિવર્સિટીના પૂર્વ વીસી વિજય શ્રીવાસ્તવ ફોટોજીવી હતા. તેમના દ્વારા યુનિવર્સિટીમાં યોજાતા વિવિધ કાર્યક્રમોમાં ફોટોગ્રાફરે ફરજિયાત હાજર રહેવા માટેની સૂચના આપવામાં આવી હતી. યુનિવર્સિટીમાં વિવિધ ફેકલ્ટી સહિત સેમિનાર હોલ, સી.સી.મહેતા ઓડીટોરીયમ માં દર મહિને 10 થી 12 કાર્યક્રમ યોજવામાં આવતા હતા. આ દરેક કાર્યક્રમમાં ફોટોગ્રાફરને હાજર રહેવું પડતું હતું અને દરેક મુવમેન્ટના ફોટા પાડવાની સૂચના આપવામાં આવતી હતી. દરેક કાર્યક્રમમાં અંદાજીત 200 થી 250 ફોટોગ્રાફ પાડવામાં આવતા હતા. 3 વર્ષના સમયગાળામાં જ વીસી જે કાર્યક્રમમાં હાજર હતા તેમાં તેમની મુવમેન્ટ સાથેના 50 હજાર કરતાં વધારે ફોટા પાડવામાં આવ્યા હોવાની માહિતી જાણવા મળી છે. યુનિવર્સિટીના સૂત્રોએ માહિતી આપી હતી કે અત્યાર સુધીના કોઇ પણ વીસીના સમયકાળમાં આટલા ફોટા પાડવામાં આવ્યા નથી. ડીજીટલ ફોટા સંગ્રહ કરવા માટે 4 ટીબીની હાર્ડ ડ્રાઇવ પણ ફૂલ થઇ ગઇ હોવાનું જાણવા મળ્યું છે. પૂર્વ સેનેટ સભ્ય કપિલ જોશીએ પણ વિજય શ્રીવાસ્તવને ફોટોજીવી વીસી ગણાવીને વિરોધ નોંધાવ્યો હતો. બે વર્ષ પહેલા બહાર પાડવામાં આવેલા કેલેન્ડરમાં વીસી વિજય શ્રીવાસ્તવ જ દરેક પાના પર હોય તે પ્રકારનું કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેનો વિરોધ થતાં પાછુ ખેચવું પડયું હતું. ડાયરીમાં પણ માત્ર વીસીના ફોટા હોય તેવી હતી જેના કારણે ભારે વિવાદ થયો હતો. આ ઉપરાંત વીસી દ્વારા યુનિવર્સિટીના જેટલા પણ કાર્યક્રમ હોય તેના આમંત્રણ કાર્ડમાં તેમનો ફોટો મોટા રાખવા માટે પણ દરેક ડીનને સૂચનાઓ આપવામાં આવી હતી. યુનિવર્સિટીમાં જયારે મોટા કોન્વોકેશન, સ્વતંત્ર દિનની ઉજવણી, પ્રજાસત્તાક દિનની ઉજવણી સહિતના કાર્યક્રમ હોય ત્યારે તો 700 કરતાં વધારે ફોટા પાડવા માટેની સૂચના આપવામાં આવતી હતી.આ ઉપરાંત વીસી સીથે કાયમ ઝેડ સિકયોરિટી હોય તે પ્રકારે સિકયોરીટી દરેક કાર્યક્રમમાં રહેતી હતી. જોકે વીસી છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં ઘેરાયેલા હતા. વીસીએ રાજીનામું આપ્યા બાદ ગાંધીનગર હતા, બે દિવસ પછી કાર જમા કરાવી હતી
યુનિવર્સિટીના વીસીએ રાજીનામું આપી દીધા બાદ બે દિવસ સુધી ગાંધીનગરમાં જ હતા. યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલી કારમાં જ વીસી ફરતા હતા. રાજીનામા બાદ પણ યુનિવર્સિટીના કાર લઇને ગાંધીનગરમાં ધામા નાખ્યા હતા. યુનિવર્સિટીના વીસીએ રાજીનામું આપી દિધું છે પંરતુ હજુ સુધી વીસી બંગ્લાને ખાલી કરવામાં આવ્યો નથી. મોટાભાગે વીસીની વિદાયની સાથે જ બંગ્લો ખાલી કરવાની પ્રક્રિયા કરવામાં આવતી હોય છે.