back to top
Homeગુજરાતબાળકોની અનોખી પ્રસ્તુતિનો ડ્રોન VIDEO:સુરતમાં 750 વિદ્યાર્થીએ I-FOLLOW અને ટ્રાફિક સિગ્નલના માનવ...

બાળકોની અનોખી પ્રસ્તુતિનો ડ્રોન VIDEO:સુરતમાં 750 વિદ્યાર્થીએ I-FOLLOW અને ટ્રાફિક સિગ્નલના માનવ આકારો દ્વારા લોક જાગૃતિનો સંદેશ આપ્યો

સુરતમાં વિદ્યાર્થીઓએ ‘I-FOLLOW’ અને ટ્રાફિક સિગ્નલના માનવ આકારો દ્વારા ટ્રાફિક જાગૃતિની અનોખી પ્રસ્તુતિ આપી હતી. રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિના- 2025ની 74મી ઉજવણીના ભાગરૂપે સુરત શહેર ટ્રાફિક પોલીસ અને જિલ્લા શિક્ષણ કચેરીના સહયોગથી એક અનોખા કાર્યક્રમનું આયોજન સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું હતુ. ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવા પ્રયાસ
વેડરોડ ખાતે આવેલ સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્કૂલના 750 વિદ્યાર્થીઓ દ્વારા “I FOLLOW TRAFFIC RULES” શિર્ષક હેઠળ ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવા માનવ આકૃતિઓ નિર્માણ કરવામાં આવ્યું હતું. આ અનોખી પ્રવૃત્તિ રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિના-2025ના ભાગરૂપે યોજાઇ હતી, જે ટ્રાફિક સલામતીના પ્રાથમિક સિદ્ધાંતો અને જાગૃત નાગરિક બનવા માટેનો મજબૂત સંદેશ આપ્ય હતો. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં ટ્રાફિક જાગૃતિ અને સલામતી માટે પ્રેરણા જગાડવામાં આવી. “I-FOLLOW” અને માનવ ટ્રાફિક સિગ્નલના આકૃતિઓએ સલામતીના મૂળભૂત સિદ્ધાંતોને મજબૂત બનાવવાની દિશામાં એક ઉદાહરણ રૂપ કામગીરી કરી હતી. બાળકોની માનવ આકૃતિએ સૌનું ધ્યાન આકર્ષ્યું
આ કાર્યક્રમમાં નાયબ પોલીસ કમિશનર અમિતા વાનાણી અને જિલ્લા શિક્ષણ અધિકારી ડૉ. બી. એસ. પરમાર હાજરી આપી હતી. ટ્રાફિક જાગૃતિ લાવવા માટે વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા “I-FOLLOW” શિર્ષક હેઠળના માનવ આકારો અને ટ્રાફિક સિગ્નલના માનવ આકૃતિઓએ સૌનું ધ્યાન આકર્ષ્યું હતું. વિદ્યાર્થીઓએ મિશ્ર શૈક્ષણિક અને દ્રશ્યપ્રતિમાઓ દ્વારા જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો, જ્યાં તેઓ ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે હકારાત્મક સંદેશો આપતા દેખાયા હતાં. “I-FOLLOW” સંદેશે વ્યક્તિગત જવાબદારી અને જાગૃતિના મજબૂત આદર્શોને પ્રકાશિત કર્યા હતો. વિદ્યાર્થીઓ સાથે હેલ્મેટ પહેરવાના ફાયદા અંગે ચર્ચા
અમિતા વાનાણી અને ડૉ. બી. એસ. પરમાર સાહેબે આ અનોખી પ્રસ્તુતિના વખાણ કર્યા અને વિદ્યાર્થીજગતમાં આ પ્રકારની નવીનતાને પ્રોત્સાહન આપ્યું હતું. સાથે સાથે, નાયબ પોલીસ કમિશનરે સાઇકલ દ્વારા સ્કૂલે આવતા વિદ્યાર્થીઓ સાથે હેલ્મેટ પહેરવાના ફાયદા અંગે ચર્ચા કરી અને તેમના વાલીઓને હંમેશા ટ્રાફિક નિયમોનું પાલન કરવા પ્રેરિત કર્યા હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments