back to top
Homeબિઝનેસભાસ્કર ખાસ:રોકાણ સલાહકારોએ રૂ.10 લાખ રૂપિયા સુધીની ડિપોઝિટ્સ જાળવવી પડશે, રિસર્ચ એનાલિસ્ટોએ...

ભાસ્કર ખાસ:રોકાણ સલાહકારોએ રૂ.10 લાખ રૂપિયા સુધીની ડિપોઝિટ્સ જાળવવી પડશે, રિસર્ચ એનાલિસ્ટોએ નિયમ અપનાવવો પડશે

માર્કેટ રેગ્યુલેટર સેબીએ રિસર્ચ એનાલિસ્ટ્સ (RA) અને ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ (IA) માટે નવા નિયમો રજૂ કર્યા છે. આ હેઠળ તેઓએ તેમના ક્લાયન્ટ બેઝના આધારે ડિપોઝિટ્સ જાળવી રાખવાની રહેશે. 150 ક્લાઇન્ટ માટે 1 લાખ રૂપિયાથી લઈને 1000થી વધુ ક્લાઇન્ટસ્ માટે 10 લાખ રૂપિયા સુધીની ડિપોઝિટ જરૂરી છે. આ ડિપોઝિટનો હેતુ રોકાણકારોને વધારાની સુરક્ષા પૂરી પાડવાનો છે
હાલના ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સે 30 જૂન 2025 સુધીમાં ડિપોઝિટની જરૂરિયાતનું પાલન કરવું પડશે. જ્યારે નવા અરજદારોએ તરત જ તેનું પાલન કરવું પડશે. એ જ રીતે તમામ રિસર્ચ એનાલિસ્ટોએ 30 એપ્રિલ 2025 સુધીમાં ડિપોઝિટની જરૂરિયાતનું પાલન કરવું પડશે. સેબીએ બુધવારે રજૂ કરેલા બે અલગ-અલગ પરિપત્રમાં આ સૂચના આપી છે. વધુમાં, બજાર નિયમનકારે વ્યક્તિઓ અને સંસ્થાઓને RAs અને IAs તરીકે દ્વિ નોંધણી ચાલુ રાખવાની મંજૂરી આપી છે, જો કે તેમની સલાહકાર અને સંશોધન સેવાઓ અલગ હોય. આવી સંસ્થાઓએ દરેક કાર્ય માટે અલગ અનુપાલન માળખાને અનુસરવાનું રહેશે. તેમનો ઉદ્દેશ્ય રોકાણકારોની સુરક્ષા વધારવા અને પારદર્શિતા સુનિશ્ચિત કરવાનો છે. આ માર્ગદર્શિકા રિસર્ચ એનાલિસ્ટ નિયમો અને સેબી દ્વારા ડિસેમ્બરમાં સૂચિત રોકાણ સલાહકારો માટેના નિયમોનું પાલન કરે છે. માર્કેટમાં રોકાણકારોને થઇ રહેલા નુકસાની અથવા છેતરપીંડિ સામે રક્ષણ આપવાના હેતુ સર માર્કેટ નિયામકે આકરા નિર્ણયો લેવાની ફરજ પડી છે. AIનો કેટલો ઉપયોગ થઈ રહ્યો છે તેનો ઉલ્લેખ કરવાનો રહેશે
ફાઇનાન્સિયલ સર્વિસિસમાં એઆઇના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને સેબીએ રિસર્ચ એનાલિસ્ટ અને એઆઇ પર કડક શરતો અમલી બનાવી છે. સંસ્થાઓએ જાહેર કરવું પડશે કે તેઓ તેમની સર્વિસ ઓફરિંગમાં AIનો કેટલી હદ સુધી ઉપયોગ કરી રહ્યાં છે. આ ઉપરાંત સેબીએ રિસર્ચ અને એનાલિસ્ટો માટે શરતો, ફી માળખું અને હિતોના સંઘર્ષની ઘોષણા સંબંધિત વિગતવાર જાહેરાત માટે ફરજિયાત બનાવ્યું છે. તેઓએ વાર્ષિક કમ્પલાયન્સિસ ઓડિટમાંથી પસાર થવું પડશે. તેઓએ તેમના સંબંધિત સુપરવાઇઝરી બોડીને રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે. કોઈપણ પ્રતિકૂળ ટિપ્પણીઓ સુધારણા માટે પગલાં લેવાની સાથે તેમની વેબસાઇટ પર પ્રદર્શિત કરવાની રહેશે. આ સંસ્થાઓએ એક વેબસાઈટ જાળવવી પડશે જેમાં તમામ ફરજિયાત જાહેરાતો શામેલ હોય અને તમામ ગ્રાહકો માટે કેવાયસીના નિયમો પાળવાના રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments