back to top
Homeસ્પોર્ટ્સવિજય હજારે ટ્રોફીના પ્રી-ક્વાર્ટરમાં હરિયાણા-રાજસ્થાનનો વિજય:શમીને 3 વિકેટ મળી, છતાં બંગાળ હાર્યું;...

વિજય હજારે ટ્રોફીના પ્રી-ક્વાર્ટરમાં હરિયાણા-રાજસ્થાનનો વિજય:શમીને 3 વિકેટ મળી, છતાં બંગાળ હાર્યું; તમિલનાડુનો રોમાંચક મેચમાં પરાજય

વિજય હજારે ટ્રોફીમાં ગુરુવારે બે પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચ રમાઈ હતી. બંને મેચ વડોદરામાં યોજાઈ હતી જેમાં રાજસ્થાને તમિલનાડુને અને હરિયાણાએ બંગાળને હરાવ્યું હતું. બંગાળ તરફથી મોહમ્મદ શમીએ 3 વિકેટ લીધી, તેમ છતાં ટીમને 72 રનથી મોટી હારનો સામનો કરવો પડ્યો. ક્વાર્ટર ફાઈનલ મેચ 11 અને 12 જાન્યુઆરીએ રમાશે. રાજસ્થાનનો મુકાબલો વિદર્ભ અને હરિયાણાનો ગુજરાત સામે થશે. બાકીના 2 ક્વાર્ટર ફાઈનલમાં મહારાષ્ટ્રનો સામનો પંજાબ અને કર્ણાટકનો બરોડા સામે થશે. પ્રી ક્વાર્ટર ફાઈનલ 1: હરિયાણા Vs બંગાળ
મોતી બાગ સ્ટેડિયમમાં બંગાળે ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. હરિયાણાના ઓપનર સારી શરૂઆતને મોટા સ્કોરમાં બદલી શક્યા ન હતા. પાર્થ વત્સ અને નિશાંત સિંધુએ ફિફ્ટી ફટકારી હતી. અંતે રાહુલ તેવટિયાએ 29 રન અને સુમિત કુમારે 41 રન બનાવી સ્કોર 9 વિકેટે 298 રન પર પહોંચાડ્યો હતો. શમીએ બંગાળ માટે 10 ઓવર નાંખી અને 61 રન આપીને 3 વિકેટ લીધી. મુકેશ કુમારને 2 સફળતા મળી. સયાન ઘોષ, પ્રદિપ્તા પ્રામાણિક, કૌશિક મૈતી અને કરણ લાલને 1-1 વિકેટ મળી હતી. બંગાળે સારી શરૂઆત બાદ સતત વિકેટ ગુમાવી
મોટા ટાર્ગેટ સામે બંગાળે સારી શરૂઆત કરી હતી. પાવરપ્લેમાં ઓપનરોએ એકપણ વિકેટ ગુમાવી ન હતી. કેપ્ટન સુદીપ કુમાર ઘરમી 36 રન બનાવીને આઉટ થયો હતો અને તેની અભિષેક પોરેલ સાથેની 70 રનની ભાગીદારી તૂટી હતી. પોરેલે 57 રન બનાવ્યા, તેની વિકેટ સમયે સ્કોર 147/3 હતો. બંગાળની ટીમે પોરેલના જતાની સાથે જ સતત વિકેટ ગુમાવતું રહ્યું. અનુસ્તુપ મજુમદારે 36 અને કરણ લાલે 28 રન બનાવ્યા હતા. બાકીના બેટર્સ કંઈ ખાસ કરી શક્યા નહોતા અને ટીમ 43.1 ઓવરમાં 226 રન પર સમેટાઈ ગઈ હતી. હરિયાણા તરફથી પાર્થ વત્સે 3 વિકેટ ઝડપી હતી. નિશાંત સિંધુ અને અંશુલ કંબોજને 2-2 વિકેટ મળી હતી. જ્યારે અમન કુમાર, સુમિત કુમાર અને અમિત રાણાને 1-1 સફળતા મળી હતી. પ્રી ક્વાર્ટર ફાઈનલ 2: તમિલનાડુ Vs રાજસ્થાન
કોટંબી સ્ટેડિયમમાં તામિલનાડુએ ટૉસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. રાજસ્થાને 10મી ઓવરમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી, સચિન યાદવ 27 બોલમાં 4 રન બનાવીને આઉટ થયો હતો. અહીંથી અભિજીત તોમરે 111 રન અને કેપ્ટન મહિપાલ લોમરોરે 60 રન બનાવ્યા હતા. કાર્તિક શર્માએ 35 રન બનાવ્યા અને સ્કોર 250ની નજીક પહોંચી ગયો. સારી શરૂઆત છતાં રાજસ્થાનની ટીમ મોટો સ્કોર કરી શકી ન હતી. ટીમ 47.3 ઓવરમાં 267 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તમિલનાડુ તરફથી વરુણ ચક્રવર્તીએ 5 વિકેટ લીધી હતી. સંદીપ વોરિયર અને સાઈ કિશોરને 2-2 વિકેટ મળી હતી જ્યારે ત્રિલોક નાગને એક સફળતા મળી હતી. છેલ્લી ઓવરમાં તમિલનાડુએ વિકેટ ગુમાવી
તમિલનાડુને 60 રનની ઓપનિંગ ભાગીદારી મળી હતી. તુષાર રાહેજા સાતમી ઓવરમાં 11 રન બનાવીને આઉટ થયો હતો, ત્યારબાદ બુપતિ કુમરા ખાતું પણ ખોલી શક્યો નહોતો. ત્યારપછી બાબા ઈન્દ્રજીતે નારાયણ જગદીશન સાથે મળીને સ્કોર 100 રનને પાર કરી લીધો હતો. જગદીશન 65 રન બનાવીને આઉટ થયો હતો, તેના પછી ઈન્દ્રજીત પણ 37 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ વિજય શંકરે મોહમ્મદ અલી સાથે ફિફ્ટીની ભાગીદારી કરી હતી. અલી 34 રન બનાવીને આઉટ થયો હતો, અહીંથી તમિલનાડુના વિકેટ પડવાની શરૂઆત થઈ હતી. શંકર એક છેડે ઉભો રહી ગયો, તેની સામે વિકેટો પડવા લાગી. અંતે શંકર પણ 49 રન બનાવીને બોલ્ડ થયો હતો. ચક્રવર્તીએ 18 રન બનાવીને લડત આપી હતી, પરંતુ ટીમ 48મી ઓવરમાં 248 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને હરિયાણાએ 19 રનથી મેચ જીતી લીધી હતી. અભિજીત તોમર પ્લેયર ઑફ ધ મેચ
રાજસ્થાન માટે સદી ફટકારનાર અભિજીત તોમર બીજી પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પ્લેયર ઑફ ધ મેચ રહ્યો હતો. તેણે 111 રનની ઇનિંગ રમી હતી. પ્રથમ મેચમાં પાર્થ વત્સને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. ફિફ્ટી ફટકારવાની સાથે તેણે 3 વિકેટ પણ લીધી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments