back to top
Homeસ્પોર્ટ્સહાર બાદ હરિ શરણે પહોંચ્યો વિરાટ!:અનુષ્કા અને બાળકો સાથે પ્રેમાનંદજીના દર્શન કર્યા,...

હાર બાદ હરિ શરણે પહોંચ્યો વિરાટ!:અનુષ્કા અને બાળકો સાથે પ્રેમાનંદજીના દર્શન કર્યા, એક્ટ્રેસે કહ્યું- મને પ્રેમ ભક્તિ આપો; અકાય-વામિકાનો ચહેરો છુપાવ્યો

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી ખૂબ જ ચર્ચિત કપલ છે. આ કપલ શુક્રવારે વૃંદાવન પહોંચ્યું હતું, જ્યાં તેમણે પ્રેમાનંદ મહારાજના દર્શન કર્યા હતા. આ દરમિયાન તેની સાથે પુત્રી વામિકા અને પુત્ર અકાય પણ જોવા મળ્યા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. વાઈરલ વીડિયોમાં અનુષ્કા અને વિરાટ શ્રી પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજના આશીર્વાદ લેતા જોઈ શકાય છે. એટલું જ નહીં, મહારાજની સામે આવતા જ બંનેએ પહેલા પ્રણામ કર્યા. વાતચીત દરમિયાન અનુષ્કાએ પ્રેમાનંદ મહારાજ પાસે પ્રેમ ભક્તિની માંગ કરી. આના પર સ્વામીજી કહે છે કે તેઓ ખુશ છે કે પોતપોતાની કારકિર્દીમાં આટલી ઊંચાઈએ પહોંચ્યા પછી પણ બંને ભગવાનની ભક્તિમાં તલ્લીન છે. કોહલી જેવો પ્રેમાનંદ મહારાજની સામે પહોંચ્યો તેમણે તરત જ પૂછ્યું, શું તમે ખુશ છો? તેના પર કોહલીએ માથું હલાવી અને હા પાડી અને તે હસતો જોવા મળ્યો. આ વીડિયોમાં વિરાટ કોહલીની પુત્રી વામિકા અને પુત્ર અકાય પણ જોવા મળી રહ્યા છે. પરંતુ બંનેના ચહેરા છુપાવવામાં આવ્યા છે, કારણ કે આ કપલ તેમના બાળકોને મીડિયા સામે લાવવા માંગતા નથી. જુઓ સંપૂર્ણ વીડિયો 2023માં પણ કરી હતી મુલાકાત
વિરાટ-અનુષ્કાએ તેમની પુત્રી વામિકા સાથે વર્ષ 2023માં વૃંદાવનની મુલાકાત લીધી હતી. ત્યાં તેઓ સ્વામી પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં ગયા અને રાધા રાણીના દર્શન કર્યા. મહારાજે તેમને આશીર્વાદ આપતાં, રાધા રાણીનો માળા અને ખેસ ભેટમાં આપી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments