back to top
Homeસ્પોર્ટ્સ'હિન્દી આપણી રાષ્ટ્રીયભાષા નથી...':ક્રિકેટર અશ્વિનનો તમિલમાં 25 સેકન્ડનો વીડિયો વાઇરલ; નિવેદન પછી...

‘હિન્દી આપણી રાષ્ટ્રીયભાષા નથી…’:ક્રિકેટર અશ્વિનનો તમિલમાં 25 સેકન્ડનો વીડિયો વાઇરલ; નિવેદન પછી ભાષા વિવાદને વેગ મળી શકે

ભારત એક એવો દેશ છે જ્યાં દરેક રાજ્યમાં અલગ અલગ ભાષાઓનો ઉપયોગ થાય છે. હિન્દી અને ઇંગ્લિશ એવી ભાષાઓ છે જે દરેકને જોડવાનું કામ કરે છે. જોકે, હિન્દી રાષ્ટ્રભાષા છે કે નહીં તે અંગે ઘણીવાર વિવાદ થયો છે. હવે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રવિચંદ્રન અશ્વિનનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તેણે આ ભાષા વિવાદને વેગ આપ્યો છે. એક કાર્યક્રમ દરમિયાન અશ્વિને કહ્યું છે કે હિન્દી આપણી રાષ્ટ્રીય ભાષા નથી પણ ઑફિશિયલ ભાષા છે. આ એક કમેન્ટ હવે ચર્ચા જગાવી શકે છે. અશ્વિને પ્રશ્નો પૂછવા માટે વિકલ્પો આપ્યા
અશ્વિને તમિલનાડુની એક ખાનગી એન્જિનિયરિંગ કોલેજમાં એક કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું હતું. કોલેજના વિદ્યાર્થીઓને સંબોધતા, અશ્વિને પૂછ્યું કે જો હાજર રહેલા લોકોને ઇંગ્લિશ કે તમિલમાં સહજતા ન લાગે તો શું તેઓ હિન્દીમાં પ્રશ્નો પૂછવા તૈયાર છે? વિકલ્પ આપતી વખતે તેણે પૂછ્યું- ઇંગ્લિશ સ્ટુડન્ટ્સ… આના પર કેટલાક અવાજો હકારાત્મક આવ્યા. જ્યારે તેણે તમિલ વિશે પૂછ્યું ત્યારે હાનો અવાજ વધુ જોરથી વધી ગયો. આના પર અશ્વિને કહ્યું- ઠીક છે, હિન્દી? જવાબમાં, વિદ્યાર્થીઓ અચાનક ચૂપ થઈ ગયા. આ પછી અશ્વિને તમિલમાં કહ્યું- ‘મને લાગ્યું કે મારે આ કહેવું જોઈએ. હિન્દી આપણી રાષ્ટ્રભાષા નથી, તે એક ઑફિશિયલ ભાષા છે.’ દક્ષિણ ભારતીય રાજ્યોમાં હિન્દી ભાષાનો ઉપયોગ હંમેશા એક સંવેદનશીલ મુદ્દો રહ્યો છે. હવે અશ્વિનની કમેન્ટ એવા સમયે નવી ચર્ચા શરૂ કરે તેવી શક્યતા છે, જ્યારે તમિલનાડુના શાસક ડીએમકે સહિત અનેક વિપક્ષી પક્ષોએ કેન્દ્ર પર રાજ્યોમાં, ખાસ કરીને દક્ષિણમાં હિન્દી લાદવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ વિશે વાત કરી
આ જ કાર્યક્રમમાં અશ્વિને ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ વિશે પણ વાત કરી. અનુભવી ઑફ-સ્પિનરે ડિપ્લોમેટિક રીતે જવાબ આપ્યો. અશ્વિને કહ્યું- જ્યારે કોઈ કહે છે કે હું તે કરી શકતો નથી, ત્યારે હું તેને પૂર્ણ કરવા માટે જાગી જાઉં છું, પરંતુ જો તેઓ કહે કે હું તે કરી શકું છું તો મારી રુચિ સમાપ્ત થઈ જાય છે. અશ્વિને પોતાના બેકગ્રાઉન્ડ વિશે એમ પણ જણાવ્યું કે તેણે એન્જિનિયરિંગ કર્યું છે. અશ્વિને વિદ્યાર્થીઓને કહ્યું કે ‘ક્યારેય હાર ન માનો અને શંકાના સમયમાં પણ પોતાના માર્ગ પર અડગ રહો.’ તેણે કહ્યું- ‘જો કોઈ એન્જિનિયરિંગ સ્ટાફે મને કહ્યું હોત કે હું કેપ્ટન નહીં બની શકું, તો હું વધુ મહેનત કરત. જો તમે વિદ્યાર્થી છો તો તમે ક્યારેય અટકશો નહીં. જો તમે અટકશો નહીં, તો શીખવાનું બંધ થઈ જશે અને શ્રેષ્ઠતા તમારા કબાટમાં ફક્ત એક શબ્દ બની જશે.’ અશ્વિને ઓસ્ટ્રેલિયા સિરીઝની વચ્ચેથી જ રિટાયરમેન્ટ લીધું
હાલમાં જ પૂરી થયેલી ઓસ્ટ્રેલિયા ટૂરમાં સિરીઝની ત્રીજી ટેસ્ટ ગાબામાં રમાઈ હતી. તે મેચ પછી અશ્વિન પ્રેસ-કોન્ફરન્સમાં રોહિત શર્મા સાથે આવ્યો હતો અને પ્રેસ-કોન્ફરન્સમાં જ નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે કહ્યું હતું કે ‘હું ક્રિકેટનાં બધાં જ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. ભારતીય ટીમ સાથે આજે મારો છેલ્લો દિવસ હતો.’ સંપૂર્ણ સમાચાર વાંચો… 106 ટેસ્ટમાં 537 વિકેટ લીધી
આર. અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 106 મેચમાં 537 વિકેટ લીધી હતી. તેના નામે 37 પાંચ વિકેટ છે અને તેણે 8 વખત મેચમાં 10 વિકેટ લીધી છે. અશ્વિને 156 ODI વિકેટ પણ લીધી હતી. અશ્વિને T-20માં 72 વિકેટ લીધી હતી. એક બેટર તરીકે અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 3503 રન બનાવ્યા અને કુલ 6 ટેસ્ટ સદી ફટકારી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેની કુલ 8 સદી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments