હોલિવૂડની જાણીતી અભિનેત્રી અને સિંગર પેરિસ હિલ્ટનનું ઘર પણ આગમાં બળીને ખાખ થઈ ગયું છે. અમેરિકાના કેલિફોર્નિયાના લોસ એન્જલસના જંગલોમાં લાગેલી આગ વ્યાપક પ્રમાણમાં ફેલાઈ ગઈ છે. જંગલની આગ પોશ વિસ્તારોમાં પહોંચી છે. ઘણા હોલિવૂડ સ્ટાર્સના બંગલા પણ બળી ગયા છે. પેરિસ હિલ્ટને પોતાનું ઘર સળગતું જોયું છે અને એક વીડિયો પોસ્ટ કર્યો છે. ઘર બળવાના સમાચાર સાંભળીને મને આઘાત લાગ્યો – પેરિસ પેરિસ હિલ્ટને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર તેનું ઘર આગમાં સળગી રહ્યું હોવાનો વીડિયો શેર કર્યો છે. વીડિયો શેર કરતા તેણે લખ્યું- ‘હું અહીં તે જગ્યાએ ઊભી છું જે અમારું ઘર હતું, મારું ઘર સળગતું જોઈ મારું દિલ તૂટી ગયું છે અને તેને શબ્દોમાં વ્યક્ત કરી શકાતું નથી. જ્યારે મેં પહેલીવાર આ સમાચાર જોયા ત્યારે મને આઘાત લાગ્યો હતો. હવે અહીં ઊભી રહીને આ બધું મારી આંખે જોઈને એવું લાગે છે કે મારા હૃદયના લાખો ટુકડા થઈ ગયા છે.’ ‘આ માત્ર ઘર ન હતું, આ તે છે જ્યાં અમે સપનું જોયું હતું’ અભિનેત્રીએ લખ્યું- આ ઘર માત્ર એક ઘર ન હતું, આ તે જગ્યા હતી જ્યાં અમે સપનું જોયું હતું. આ ઘરમાં ફોનિક્સે તેના નાના હાથ વડે એવી વસ્તુઓ બનાવી હતી જેને હું હંમેશા માટે મારી પાસે રાખવા માગતી હતી. આ ઘરને રાખ બનતું જોવું ખૂબ જ મુશ્કેલ છે. આગને કારણે ઘણા લોકોએ બધું ગુમાવ્યું – પેરિસ દુઃખ વ્યક્ત કરતાં પેરિસે કહ્યું- આ માત્ર મારી જ વાત નથી, આ લોસ એન્જલસમાં આજે સળગતા દરેક ઘરની વાર્તા છે. ઘણા લોકોએ બધું ગુમાવ્યું છે. તે માત્ર દીવાલો અને છત નથી, તે યાદો છે જેણે તે મકાનોને ‘ઘર’ બનાવ્યા છે.આ ફોટા છે, યાદગાર વસ્તુઓ છે. અભિનેત્રીએ ચાહકોનો આભાર માન્યો હતો અભિનેત્રીએ પોતાની અને તેના પરિવારની સુરક્ષા માટે ફાયર બ્રિગેડ અને વોલન્ટિયર્સનો આભાર માન્યો હતો. તેણે કહ્યું, ‘હું ભાગ્યશાળી છું કે, મારો પરિવાર, મારા બાળકો અને મારા પાલતુ સુરક્ષિત છે.’ અભિનેત્રીએ તેના તમામ ચાહકોનો પણ આભાર માન્યો, તેણે આગળ લખ્યું – આ સમય દરમિયાન મારા પરિવાર માટે સમર્થન અને પ્રાર્થના કરનારા દરેકનો આભાર. તમે લોકો છો જેમણે મને યાદ કરાવ્યું કે આ દુનિયામાં હજુ પણ સુંદરતા છે. તમને જણાવી દઈએ કે, પેરિસ હિલ્ટનનું છેલ્લું આલ્બમ Infinite Icon હતું. આલ્બમ 6 સપ્ટેમ્બર, 2024 ના રોજ રીલિઝ થયું હતું.