back to top
Homeસ્પોર્ટ્સICCની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારીઓ તપાસવા પાકિસ્તાન પહોંચી:સ્ટેડિયમ તૈયાર નથી; બાંધકામનો સમયગાળો...

ICCની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારીઓ તપાસવા પાકિસ્તાન પહોંચી:સ્ટેડિયમ તૈયાર નથી; બાંધકામનો સમયગાળો વધ્યો, PCBએ કહ્યું- સમયસર બની જશે

પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરવા જઈ રહ્યું છે, પરંતુ યજમાન દેશની તૈયારીઓ હજુ પૂર્ણ થઈ નથી. આ વાતનો ખુલાસો ગુરુવારે થયો, જ્યારે ICCની ટીમ તૈયારીઓનું નિરીક્ષણ કરવા લાહોર પહોંચી. દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ બાંધકામનો સમયગાળો લંબાવ્યો છે. તેને 25 જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. બોર્ડના અધિકારીએ કહ્યું કે તેઓ સમયસર રિનોવેશનનું કામ પૂર્ણ કરશે. ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ 19 ફેબ્રુઆરીથી પાકિસ્તાનના લાહોર, કરાચી અને રાવલપિંડીમાં યોજાવાની છે. આવી સ્થિતિમાં, યજમાન ગદ્દાફી સ્ટેડિયમનું નવીનીકરણ કરી રહ્યું છે. 3 ફોટા PCBના એક અધિકારીએ કહ્યું- તમામ કામ (સ્ટેડિયમ સંબંધિત) ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહ સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે. પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીનું સફળ આયોજન કરશે. કોઈપણ અફવા પર ધ્યાન આપવાની જરૂર નથી. અમે અમારું શ્રેષ્ઠ આપવા માટે પ્રતિબદ્ધ છીએ. કેટલાક લોકો એવા છે જે સોશિયલ મીડિયા પર પાકિસ્તાનની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમે જાણીએ છીએ કે તેઓ કોણ છે અને શા માટે તેઓ આ કરી રહ્યા છે. એક દિવસ પહેલાં ટ્રાઇ સિરીઝના સ્થળો બદલ્યા
PCBએ એક દિવસ પહેલા 8 જાન્યુઆરીએ ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા સાથે યોજાનારી ત્રિકોણીય શ્રેણીના સ્થળો બદલ્યા હતા. અગાઉ 4 મેચોની શ્રેણીની મેચ મુલતાનમાં રમવાની હતી, પરંતુ હવે મેચ લાહોર અને કરાચીમાં રમાશે. ત્રિકોણીય શ્રેણી 8 ફેબ્રુઆરીથી શરૂ થશે. PCBએ આપ્યું નિવેદન- લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ અને કરાચીના નેશનલ ક્રિકેટ સ્ટેડિયમના રિનોવેશનનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. તેથી જ બોર્ડે બંને સ્થળોને ODI ત્રિકોણીય શ્રેણીની યજમાની કરવાની મંજૂરી આપી હતી. અગાઉ ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચેની શ્રેણી મુલતાનમાં યોજાવાની હતી. જો 12 ફેબ્રુઆરી સુધીમાં સ્ટેડિયમ તૈયાર નહીં થાય તો ટુર્નામેન્ટ શિફ્ટ થઈ જશે
PCB ગયા વર્ષે ઓગસ્ટ-2024થી તેના બે સ્ટેડિયમનું નવીનીકરણ કરી રહ્યું છે. રિનોવેશનનું કામ 31 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનું હતું. જે હજુ સુધી પૂર્ણ થયું નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments