સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ સતત વધી રહ્યું છે. ગયા ડિસેમ્બરમાં પહેલીવાર માસિક એસઆઈપી રૂ. 26 હજાર કરોડને પાર કરી ગઈ હતી. ડિસેમ્બર 2023માં તે રૂ. 17,610 કરોડ હતી, જે ગયા મહિને 50.25% વધીને રૂ. 26,459 કરોડ થઈ છે. આ દરમિયાન મ્યુચ્યુઅલ ફંડ ફોલિયો પણ રેકોર્ડ રૂ. 22.50 કરોડ સુધી પહોંચી ગયો છે. ગયા મહિને ઈક્વિટી સ્કીમ્સમાં ચોખ્ખું રોકાણ (માઈનસ ઉપાડ) રૂ. 41,156 કરોડ હતું. આ વાર્ષિક ધોરણે 142% અને નવેમ્બર કરતા 14.5% વધુ છે. 15,332 કરોડનું સૌથી વધુ ચોખ્ખું રોકાણ સેક્ટરલ/થિમેટિક સ્કીમ્સમાં કરવામાં આવ્યું હતું. બીજી તરફ, ડેટ ફંડમાંથી રૂ. 1.27 લાખ કરોડનો ચોખ્ખો ઉપાડ થયો હતો. આને કારણે, મ્યુચ્યુઅલ ફંડ હાઉસ દ્વારા મેનેજ્ડ ફંડ્સ (AUM) નવેમ્બરની સરખામણીમાં ₹80,355 કરોડ ઘટીને ₹67 લાખ કરોડથી ઓછા થઈ ગયા છે. શેર્સમાં વધુ રોકાણ… કુલ એયુએમના 46% હિસ્સો માત્ર ઇક્વિટી સ્કીમનો મ્યુચ્યુઅલ ફંડ ફોલિયો શું છે? મ્યુચ્યુઅલ ફંડ ફોલિયો એ એક યુનિક નંબર છે, જે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકારના ખાતાની ઓળખ છે. તે બેંક એકાઉન્ટ નંબર જેવો જ છે અને તેનો ઉપયોગ રોકાણકારના હોલ્ડિંગ્સનો ટ્રેક રાખવા માટે થાય છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે: