ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની ઈંગ્લેન્ડ સામેની T-20 સિરીઝમાં વાપસી થઈ છે. તે ODI વર્લ્ડ કપ ફાઇનલ બાદ આંતરરાષ્ટ્રીય મેચ રમશે. તે જ સમયે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજને આરામ આપવામાં આવ્યો છે. ઈન્ડિયન એક્સપ્રેસે BCCIના સૂત્રોને ટાંકીને આ દાવો કર્યો છે. રિપોર્ટ અનુસાર યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ, વોશિંગ્ટન સુંદર, ધ્રુવ જુરેલ અને નીતિશ કુમાર રેડ્ડીને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. હર્ષિત રાણા પણ T-20માં ડેબ્યૂ કરશે. T-20 સિરીઝની પ્રથમ મેચ 22 જાન્યુઆરીએ રમાશે. ત્યાર બાદ 6 ફેબ્રુઆરીથી 3 વન-ડે સિરિઝ શરૂ થશે. ટીમ પસંદગીની મુખ્ય વાતો… શમીએ ઘરેલુ ક્રિકેટમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું
શમી રણજી ટ્રોફીના રાઉન્ડ-1માં મધ્યપ્રદેશ સામેની બંગાળની મેચમાંથી ઈજા બાદ પરત ફર્યો હતો. તે સૈયદ મુશ્તાક અલી (T20) અને વિજય હજારે ટ્રોફી (ODI) પણ રમ્યો હતો, જેણે ભારતીય ટીમમાં તેના કમબેકની આશાઓ વધારી દીધી છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં પગની સર્જરી કરાવી હતી
શમીએ જાન્યુઆરી-2024માં ઈંગ્લેન્ડમાં પગની ઘૂંટીની સર્જરી કરાવી હતી. છેલ્લા ઘણા મહિનાઓથી શમી બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબ કેમ્પમાં હતો. ભારતની T20 ટીમ- સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, નીતિશ રેડ્ડી, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, ધ્રુવ જુરેલ, રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી અને વોશિંગટન સુંદર.