નરેશ ચૌહાણ
પાલનપુર તાલુકાના ચડોતર ગામમાં થોડાંક ખેડૂત પરિવારો માટે રેલવે દ્વારા 50 કરોડનો બ્રિજ બનાવી દેવાયો છે. જોકે બે વર્ષ પૂર્વે ડીએફસી ટ્રેક પર બનેલા બ્રિજમાં સહુથી ચોંકાવનારી બાબત એ છેકે આ બ્રીજ ખાનગી જગ્યા આગળ પૂરો થાય છે. સ્થાનિક ખેડૂતો સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે રેલવે વિભાગ દ્વારા બે વર્ષ અગાઉ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. ચડોતર ગામના 4 – 5 ખેડૂતોની જમીનો અહીં આવેલી છે. ઉપરાંત 4 – 5 ખેડૂત પરિવારો ઢોર ઢાંખર સાથે અહીં રહે છે. રેલવે એ બ્રિજ નિર્માણ પૂર્વે કેટલાક વરસો અગાઉ આજુબાજુની જમીન સંપાદિત કરી જેતે ખેડૂતોને વળતર પણ ચૂકવ્યું હતું. અંદાજિત 50 કરોડનો ખર્ચ બ્રિજના નિર્માણ પાછળ કરવામાં આવ્યો હતો. આ બ્રિજ ઉપરાંત ચડોતર ગામમાં અન્ય ખોડલા જવાના સિંગલ પટ્ટી માર્ગ પર પણ બન્યો છે જ્યાં વાહન વ્યવહાર નહિવત છે. પાલનપુર તાલુકાના ચડોતર ગામમાં થોડાક ખેડૂત પરિવારો માટે રેલવે વિભાગ ના ડેડીકેટેડ ફ્રેટ કોરિડોર હેઠળ 50 કરોડનો બ્રિજ બનાવ્યો છે પરંતુ એક છેડો ખાનગી જગ્યામાં ઉતરતા ે અનેક વિવાદો સર્જાયા છે.