back to top
Homeસ્પોર્ટ્સતમીમ ઈકબાલે ફરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી:2023માં પણ લીધી હતી, ત્યારે 24...

તમીમ ઈકબાલે ફરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી:2023માં પણ લીધી હતી, ત્યારે 24 કલાકમાં નિર્ણય બદલ્યો હતો

બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન તમીમ ઈકબાલે ફરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. આ બીજી વખત છે જ્યારે તેણે તેની કારકિર્દીને અલવિદા કહ્યું છે. તમીમ પણ જુલાઈ 2023માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયો હતો, પરંતુ 24 કલાકની અંદર પોતાનો નિર્ણય બદલી નાખ્યો હતો. તમીમ તાજેતરમાં નેશનલ સિલેક્શન પેનલને મળ્યો હતો. ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમની જાહેરાત થાય તે પહેલા જ તેણે નિવૃત્તિ લઈ લીધી હતી. તમીમ સપ્ટેમ્બર 2023માં બાંગ્લાદેશ માટે છેલ્લી મેચ રમ્યો હતો. તેણે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી ફેબ્રુઆરી 2007માં ઝિમ્બાબ્વે સામેની ODI મેચથી શરૂ કરી હતી. તમીમનો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ
તમીમ ઈકબાલે 70 ટેસ્ટ મેચમાં 38.89ની એવરેજથી 5134 રન બનાવ્યા છે. જેમાં 10 સદી અને 31 અડધી સદી સામેલ છે. તેના નામે 243 વનડેમાં 36.65ની એવરેજથી 8357 રન છે. વન-ડે ઈન્ટરનેશનલમાં 14 સદી અને 56 અડધી સદી ફટકારી. તમીમે 78 T-20 આંતરરાષ્ટ્રીય મેચમાં 24.08ની સરેરાશથી 1758 રન બનાવ્યા છે. આમાં તેના નામે એક સદી અને સાત અડધી સદી છે. કેપ્ટન શાંતોએ સમજાવવાનો પ્રયત્ન કર્યો
તમીમે 8 જાન્યુઆરીએ સિલ્હટમાં બાંગ્લાદેશના પસંદગીકારોને તેના નિર્ણયની જાણ કરી હતી. ગાઝી અશરફ હુસૈનની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ તેને ચેમ્પિયન્સ ટ્રોફી માટે બાંગ્લાદેશની ટીમમાં પરત ફરવાનું કહ્યું હતું. તમીમે પછી તેમને કહ્યું કે તે નિવૃત્તિના નિર્ણય પર અડગ રહેશે, પરંતુ કેપ્ટન નઝમુલ હુસૈન શાંતો સહિત કેટલાક બાંગ્લાદેશી ખેલાડીઓએ તેને પુનર્વિચાર કરવા વિનંતી કરી, જેના પછી તેણે વધુ એક દિવસ લીધો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મારો અધ્યાય સમાપ્ત થયો
તેણે શુક્રવારે ફેસબુક પર લખ્યું, હું લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છું. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મારો અધ્યાય સમાપ્ત થઈ ગયો છે. હું ઘણા સમયથી આ વિશે વિચારતો હતો. હવે જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફી જેવી મોટી ઈવેન્ટ આવી રહી છે ત્યારે હું કોઈના ધ્યાનનું કેન્દ્ર બનવા માગતો નથી. તેણે આગળ લખ્યું કે, કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોએ ઈમાનદારીથી મને ટીમમાં પાછા આવવા માટે કહ્યું. પસંદગી સમિતિ સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી. મને ટીમમાં સામેલ કરવા બદલ હું તેમનો આભારી છું. જોકે મેં મારા દિલની વાત સાંભળી. તેણે લખ્યું કે, મેં ઘણા સમય પહેલા બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી મારી જાતને પાછી ખેંચી લીધી હતી કારણ કે હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફરવા માગતો ન હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments