back to top
Homeગુજરાતપતંગરસિકોની ઉત્તરાયણની બગડી શકે છે મજા!!:વાસી ઉત્તરાયણના દિવસે મોજ-મસ્તી અને જલસો પડી...

પતંગરસિકોની ઉત્તરાયણની બગડી શકે છે મજા!!:વાસી ઉત્તરાયણના દિવસે મોજ-મસ્તી અને જલસો પડી જશે, 14 અને 15 જાન્યુઆરીએ ઠંડી પડશે; જાણો પવનની દિશા ને ગતિ

ગુજરાતીઓ માટે ઉત્તરાયણ એટલે પતંગ ચગાવવાની સાથે મોજ-મસ્તી અને જલસાનો તહેવાર. રાજ્યભરમાં 14 અને 15 જાન્યુઆરી એમ બે દિવસ લોકો ગુજરાતીઓ ધાબા પર ચઢીને ઉત્તરાયણની ઉજવણી કરે છે. ફક્ત ગુજરાતીઓ જ નહીં પરંતુ દેશના અન્ય રાજ્યમાંથી અને વિદેશથી પણ લોકો ઉત્તરાયણ કરવા ગુજરાત અને તેમાં પણ ખાસ અમદાવાદ આવે છે, ત્યારે આ વર્ષે ઉત્તરાયણના બે દિવસ પવનની દિશા અને ગતિ કેવી રહેશે તેના વિશે અંબાલાલ પટેલે કેટલીક આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ઉત્તરાયણ કરતાં વાસી ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેવાથી પતંગરસિકોને જલસો પડી જવાનો છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પણ ઉત્તરાણયના બે દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની સાથે પવનની ગતિ 10થી 15 કિમી પ્રતિ કલાકની ઝડપે રહેવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 14 જાન્યુઆરીએ પવનની ગતિ સમાન્ય રહશે
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી 14 અને 15 જાન્યુઆરીએ આગાહી કરી છે કે, 14 જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણના દિવસે સવારે 7થી 10 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. એટલે કે, પવનની ગતિ સમાન્ય રહેતા સારી રીતે પતંગ ઉડાવી શકાશે, પરંતુ બપોર થતાં પવનની ગતિ મંદ થઇ શકે છે. જેથી પતંગરસિકોએ બપોરના સમયે પતંગ ઉડાવવા માટે થોડા વધારે ઠુમકા મારવા પડી શકે છે. પરંતુ સાંજના સમયે પવનની ગતિ વધુ સારી રહેતા મજા પડશે. વાસી ઉત્તરાયણે સહેલાઈથી પતંગ ઉડાવી શકાશે
તો બીજી તરફ વાસી ઉત્તરાયણના દિવસે અંબાલાલ પટેલે પવનની ગતિ વધુ સારી રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. 15 જાન્યુઆરીના રોજ પવનની ગતિ 10થી 15 કિમી પ્રતિ કલાકની ઝડપે રહેશે જેથી સહેલાઈથી પતંગ ઉડાવી શકાશે. 14 અને 15 જાન્યુઆરીના ઠંડકનો અનુભવ થશે
જોકે, હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું કે, આગામી 14 અને 15 જાન્યુઆરીના દિવસે પવનની ગતિ સામાન્ય રહેવાની શક્યતાઓ છે. એટલે કે, 10થી 15 કિમી પ્રતિ કલાકની ઝડપે પનવ ફૂંકાશે. આ સાથે જ હાલમાં જણાઈ આવતી શક્યતાઓ મુજબ પવનની દિશા પૂર્વ અને દક્ષિણ પૂર્વ દિશા તરફની રહેશે, પરંતુ પવનની દિશા બદલાઈ પણ શકે છે તથા ઠંડીનું પ્રમાણ પણ આ બે દિવસો દરમિયાન સારા પ્રમાણમાં રહેશે. કારણ કે, વેસ્ટન ડિસ્ટર્બનની અસરો પૂર્ણ થતા ફરી એક વખત તાપમાનનો પારો ગગડી શકે છે. તેથી 14 અને 15 જાન્યુઆરી દરમિયાન પણ ગુજરાતમાં ઠંડકનો અનુભવ થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments