દર વર્ષે 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદની જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસ મનાવવામાં આવે છે. ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુટ ફોર પોપ્યુલેશન સાયન્સના રિપોર્ટ ‘પ્રોજેક્શન ઑફ ડિસ્ટ્રિક્ટ લેવલ એન્યઅલ પોપ્યુલેશન 2012-2031’ મુજબ, 2025માં ગુજરાતની વસતિ 7.32 કરોડ છે. તેમાંથી 49%થી વધુ એટલે કે 3.56 કરોડ લોકો 25 વર્ષથી ઓછી વયના યુવા છે. 1960માં સ્થાપનાના 65 વર્ષે રાજ્યની 65% વસતિ એટલે કે 4.77 કરોડ લોકો 35 વર્ષથી નાની ઉંમરના છે. રાજ્યના 8 જિલ્લામાં અડધા કરતાં વધારે લોકો એવા છે કે તેમનો જન્મ વર્ષ 2000 પછી એટલે કે 21 સદીમાં થયો છે. તેમાં દાહોદ, બનાસકાંઠા, ડાંગ, કચ્છ જેવા જિલ્લા સામેલ છે. રાજ્યમાં 25 વર્ષથી નાની વયના 53% યુવકો છે અને 47% યુવતીઓ છે. સૌથી વધુ 39 લાખ જેટલા યુવાનો અમદાવાદમાં છે. જ્યારે ડાંગમાં સૌથી ઓછા 1.56 લાખ 25 વર્ષથી નાના છે. ગુજરાતમાં 25 વર્ષથી નાની વયના યુવાનોની સૌથી વધુ સંખ્યા અમદાવાદમાં, સુરત બીજા ક્રમે 25 વર્ષથી નાના 53% યુવક, 47% યુવતી
{ ગુજરાતમાં 25 વર્ષથી નાની વયના યુવકો 53% એટલે કે 1.88 કરોડ છે. જ્યારે 47% એટલે કે 1.68 કરોડ યુવતીઓ છે. જ્યારે એકદંરે ગુજરાતમાં 3.85 કરોડ પુરુષો છે અને 3.47 કરોડ મહિલાઓ છે.
{ નવસારીમાં કુલ વસતિના પ્રમાણમાં 42% વસતિ 25 વર્ષથી નાની છે. વડોદરા અને તાપીમાં 44% વસતિ 25થી નાની છે. જ્યારે અમદાવાદ, રાજકોટ, પોરબંદર, આણંદમાં 45% વસતિની ઉંમર 25 વર્ષથી ઓછી છે. 33% યુવા ચાર મહાનગરોમાં
રાજ્યમાં 25 વર્ષથી નાની વયના સૌથી વધુ યુવા અમદાવાદમાં 39.80 લાખ છે. ત્યારબાદ સુરતમાં 35.36 લાખ, વડોદરામાં 22.66 લાખ, રાજકોટમાં 21.06 લાખ યુવાઓ 25થી નાના છે. આ ચાર મહાનગરમાં જ 33% યુવાઓ છે. પાંચમા ક્રમે 21 લાખ યુવા સાથે બનાસકાંઠા છે. ભાવનગર, જૂનાગઢ અને દાહોદમાં 15 લાખથી વધુ 25 વર્ષના ઓછી વયના યુવા છે. જ્યારે 8 જિલ્લામાં 10 લાખથી 15 લાખની વચ્ચે યુવા સામેલ છે.