back to top
Homeગુજરાતસન્ડે બિગ સ્ટોરી:84% અમદાવાદીના મતે એક વર્ષમાં ઘરખર્ચ વધ્યો, 41%ના મતે આર્થિક...

સન્ડે બિગ સ્ટોરી:84% અમદાવાદીના મતે એક વર્ષમાં ઘરખર્ચ વધ્યો, 41%ના મતે આર્થિક સ્થિતિ પણ કથળી

2023ની સરખામણીએ 2024માં લોકોનો ઘરખર્ચ વધ્યો હોવાનું 84 ટકા અમદાવાદીઓનું માનવું છે. રિઝર્વ બેન્કે આર્થિક પરિસ્થિતિ અંગે કરેલા સરવેમાં 88 ટકા લોકોની આગાહી છે કે, 2025માં પણ ઘરખર્ચ સતત વધશે. રિઝર્વ બેન્કે આ સરવે નવેમ્બરના અંતમાં કરાવ્યો હતો. રોજિંદા વપરાશમાં આવતા બટાકા અને ટામેટા, દાળ, કઠોળ અને લસણના ભાવમાં આકરો વધારો થતાં ઘરખર્ચનું બજેટ વધી ગયું છે. સરવેમાં ભાગ લેનારા 41 ટકા લોકોનું માનવું છે કે ગત વર્ષની સરખામણીએ 2024માં તેમની આર્થિક સ્થિતિ કથળી હતી. 26 ટકા લોકોના મતે આગામી વર્ષે પણ તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થવાની કોઈ શક્યતા નથી. જ્યારે 36 ટકા લોકોએ મોંઘવારી વધતા બિનજરૂરી ખર્ચમાં કાપ મૂકયો હોવાનું કબૂલ્યુ હતું. આ ઉપરાંત 34 ટકા લોકોએ 2024માં બિનજરૂરી ખર્ચમાં કામ મૂક્યો હોવાનું કહે છે. મણિનગર, સાબરમતી, શાહીબાગ, નરોડા, બાપુનગર, રાયપુર અને દરિયાપુર વિસ્તારમાંથી 400 લોકોને સરવેમાં પ્રશ્નો પૂછાયા હતા. શહેરમાં થયેલ સરવેમાં 198 મહિલાઓ અને 202 પુરુષોએ ભાગ લીધો હતો. જેમાં 21થી 29 વર્ષની વયજૂથના લોકોના મંતવ્ય લેવાયા હતા. સરવેમાં ભાગ લેનારા લોકોમાં અભણથી લઈને પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના લોકો હતા. સરવેમાં ભાગ લેનાર લોકોની માસિક આવક 5 હજારથી લઈને 1 લાખથી વધુ હતી. સરવેમાં આ પ્રશ્નો પૂછાયા 1 આર્થિક સ્થિતિ સુધરી છે કે કથળી છે? 2 ઘરખર્ચમાં વધારો થયો છે કે ઘટાડો ? 3 રોજગારીની તકો અંગે શું કહેવું છે? 4 મોંઘવારી એક વર્ષમાં વધી કે ઘટી છે? 5 બિનજરૂરી ખર્ચ પર કાપ મુકાયો કે નહીં? સૂકા લસણના ભાવ 1 વર્ષમાં 3 ગણા વધી ગયા છે દાળ-કઠોળના ભાવમાં 1 વર્ષમાં અંદાજે 50 ટકા સુધી, ઘઉંના લોટના ભાવમાં પણ 50 ટકા સુધીનો વધારો અને ખાવાનું તેલ 10થી 20 ટકા મોંઘું થયું છે. લસણના ભાવમાં એક વર્ષમાં સૌથી વધુ ત્રણ ગણો વધારો થયો છે. જીવનજરૂરી વસ્તુનો ખર્ચ મહિને 620 વધ્યો

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments