back to top
Homeગુજરાતસુરતના પોશ વિસ્તારમાં યુવકની હત્યા:VR મોલ પાસે હોટલમાં કામ કરતા બે ભાઈ...

સુરતના પોશ વિસ્તારમાં યુવકની હત્યા:VR મોલ પાસે હોટલમાં કામ કરતા બે ભાઈ પર સુપરવાઈઝરનો ચપ્પાથી હુમલો; એકનું મોત, બીજો સારવાર હેઠળ

સુરતના ગૌરવ પથ રોડ પર આવેલા વી.આર મોલ નજીક જાહેર રસ્તા ઉપર હત્યાની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી. હોટલમાં થયેલી માથાકૂટમાં સમાધાન થઈ ગયા બાદ ફરીથી મામલો ઉગ્ર બન્યો હતો. સુપરવાઇઝરે બંને ભાઈઓ ઉપર ચપ્પુથી હુમલો કરી દીધો હતો. જેમાં એકનું મોત નીપજ્યું છે. જ્યારે બીજાને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. સારવાર દરમિયાન એકનું મોત
વી.આર મોલ પાસે આવેલી શિવમ હોટલમાં બે ભાઈઓ વેટરની નોકરી કરતા હતા. અભિષેક અને અભિજીત બંને બિહારના વતની છે. હોટલમાં કોઈ કારણસર બંને ભાઈઓ સાથે હોટલના સુપરવાઇઝરની ચકમક થઈ ગઈ હતી. હોટલમાં ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી સુધી વાત પહોંચી ગઈ હતી. ત્યાર બાદ હોટલના સ્ટાફ મેમ્બર એકત્રિત થઈ સમાધાન કરાવ્યું હતું. જોકે, ફરીથી હોટલની બહાર ત્રણેય વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી. જેમાં હોટલ સુપરવાઇઝરે ચપ્પા વડે હુમલો કરતા અભિષેકનું મોત નીપજ્યું હતું તેમજ અભિજીતને ઈજા પહોંચી હતી. હોટેલમાં બંને ભાઈ વેટર તરીકે કામ કરતા હતા
ઉમરા પીઆઈ કેવી પટેલે જણાવ્યું કે, શિવમ હોટલમાં કામ કરતા બંને ભાઈઓ ઉપર હોટલ સુપરવાઇઝર દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હોટલની બહાર વી.આર મોલની સામે આ ઘટના બની છે. હોટેલમાં બંને ભાઈઓ વેટર તરીકે કામ કરતા હતા. બંને પૈકી એક ભાઈનું મોત નીપજ્યું છે તેમજ અન્ય એક ભાઈને ઈજા થતા સારવાર હેઠળ છે. ડોક્ટરોના કહેવા મુજબ તેની તબિયત સ્થિર છે. સમગ્ર ઘટનામાં હાલ સુપરવાઇઝરની અટકાયત કરી લેવામાં આવી છે. તેમજ હત્યાનો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments