સુરત જિલ્લામાં અસલી નામે નકલીનો ખેલ યથાવત રહ્યો છે. સુરત જિલ્લામાં વધુ એકવાર નકલી પ્રોડક્ટ બનાવતું કારખાનું ઝડપાયું છે. સુરતના ઓલપાડ તાલુકાના માસમાં ગામની સીમમાં આવેલ જીઆઈડીસીમાં નકલી ઘીનું કારખાનું ધમધમતું હોવાની બાતમી સ્ટેટ વિજિલન્સની ટીમને મળી હતી. આ ચોક્કસ બાતમીના આધારે સ્ટેટ વિજિલન્સની દરોડા પાડ્યા હતા. નકલી ઘીનું કારખાનું જોઈ સ્ટેટ વિજિલન્સની ટીમ પણ ચોંકી ગઈ
બાતમી સ્થળે દોડી ગયેલ સ્ટેટ વિજિલન્સની ટીમ નકલી ઘીનું કારખાનું જોઈ ચોંકી ગઈ હતી. તપાસ કરવામાં આવતા આ કારખાનામાં નકલી ઘી બનતું હોવાનું સામે આવ્યું હતું. સ્ટેટ વિજિલન્સ ટીમે નકલી ઘી ભરેલ 496 બોક્ષ,નકલી ઘીનું 69.67 લાખની કિંમતનું રો મટરિયલ,16.59 લાખ કિંમતની અલગ અલગ મશીનરીઓ,7.55 લાખ કિંમતનું પેકિંગ મટરિયલ, બે મોબાઈલ મળી કુલ 1.17 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે. કારખાનું ચલાવતા બે સગા ભાઈઓની પોલીસે અટકાયત કરી
સ્ટેટ વિજિલન્સની ટીમે આ નકલી ઘીનું કારખાનું ચલાવતા રાકેશ ઈશ્વર ભરતિયા તેમજ ભુપેશ ઈશ્વર ભરતિયાની અટકાયત કરી છે. આ બન્ને સગા ભાઈઓ એ કેટલા મહિનાથી આ નકલી ઘીનું કારખાનું શરૂ કર્યું, કેટલું નકલી ઘી માર્કેટમાં ઘુસાડ્યું, અગાઉ ક્યારેય પકડાયા છે કે નહિ એ દિશામાં તપાસ હાથ ધરી છે. ઓલપાડ તાલુકો નકલી નો હબ
ઉલ્લેખનિય છે કે સુરતનો ઓલપાડ તાલુકોએ નકલી ચીઝ વસ્તુઓનો હબ બની ગયો છે. અગાઉ પણ ઓલપાડ તાલુકામાંથી નકલી ઘી,નકલી દારૂ નકલી વિમલ ગુટખાનકલી, શેમ્પૂના કારખાના ઝડપાઈ ચૂક્યા છે. આમ ગત એક વર્ષમાં જુદી જુદી 5 જેટલી ફેક્ટરીમાંથી કુલ 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ત્યારે ફરી 2025 માં પણ સિલસિલો યથાવત હોવાનું બનાવટી ઘીનું કારખાનું પકડાયું છે. અગાઉ પણ પામોલીન ઘી મળ્યું હતું
ગત 7/10/2023ના રોજ સુરતના ઓલપાડ તાલુકામાં આવેલા બોલાવ ગામની GIDCમાં કીમ પોલીસે બાતમી આધારે રેડ કરી હતી. GIDCની એક ફેક્ટરીમાં છાપો મારતાં પોલીસ પણ ચોકી ઊઠી હતી. સ્થળ પર મોટા પ્રમાણમાં મુદ્દમાલ મળ્યો હતો. ફેક્ટરીની અંદરથી મસમોટી બે ટાંકી મળી આવી હતી. એક ટાંકીમાં ઘી તેમજ બીજી ટાંકીમાં પામોલીન ઘી મળી આવ્યું હતું, જેમાં દાલડા ઘી, વનસ્પતિ ઓઇલ, સોયાબીન ઓઇલ અને કલરનું મિશ્રણ કરી ઘી બનાવવામાં આવતું હતું. 6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો
ક્ટરી વિવિધ મિશ્રણ સાથે રિફાઇન કર્યા બાદ એ ઘીને નાનેથી લઈને મોટા ડબ્બામાં પેકિંગ કરવામાં આવતું હતું. જે બોટલો પર સારાંશ ગાયનું શુદ્ધ ઘી, અનમોલ રતન શુદ્ધ ઘી જેવાં સ્ટિકરો લગાડવામાં આવતાં હતાં. મહત્ત્વનું છે કે માત્ર નાની-મોટી બોટલો નહિ, પરંતુ નાના પાઉચમાં પણ ઘીનું વેચાણ કરાતું હતું. કીમ પોલીસે ઘટનાસ્થળ ઉપરથી હજારોની સંખ્યામાં નાના મોટા ઘીના ડબ્બાઓ સીઝ કર્યા હતા તેમજ 700 જેટલાં પાઉંચ, તેલના ડબ્બાઓ, ઓઈલના ડબ્બાઓ, મશીનરી, સિલ સહિત 6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. એલસીબીની ટીમે 50 લાખ ઘી જપ્ત કર્યું હતું
બોલાવ બાદ ગત 26/10/2023ના રોજ સુરત જિલ્લા એલસીબી ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ઓલપાડ તાલુકાના માસમા ગામની GIDC વિસ્તારમાં આવેલી હની ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટના એક ગોડાઉનમાં શંકાસ્પદ ઘીનો જથ્થો ભર્યો છે. એ બાતમીના આધારે એલસીબી ટીમે રેડ કરતાં હાજર કોઈ વ્યક્તિ મળી ન હતી. એલસીબીની ટીમે તાત્કાલિક FSL અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગને બોલાવતાં શંકાસ્પદ ઘીનાં સેમ્પલ લીધાં હતાં. એલસીબીની ટીમે 50 લાખની કિંમતનું 8000 કિલો ઘી જપ્ત કર્યું હતું અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગુટખા અને શેમ્પૂ ગેરકાયદે પકડાયા
આમ ઘીની ફેક્ટરી ઝડપાયાને હજી 6 મહિના જેટલો જ સમય ત્યાજ ગત તારીખ 8/4/2024ના રોજ ઓલપાડ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ઓલપાડ તાલુકાના માસમા ગામની સીમમાં આવેલા GIDC વિસ્તારમાં એક કંપનીમાં ગેરકાયદે વિમલ અને ડવ શેમ્પૂ બનતું હોવાની માહિતી મળતાં પોલીસે મોડીરાત્રે છાપો માર્યો હતો. પોલીસે પહોંચીને જથ્થાબંધ વિમલ, ડવ શેમ્પૂનાં પેકેટો જોઈ ચોંકી ઊઠી. હાજર ઈસમો પાસેથી લાઇસન્સ હતું નહિ, જેથી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આ કંપનીમાં અલગ-અલગ મશીનરીથી વિમલ પાન મસાલા તેમજ તમાકુ બનાવટનું પેકિંગ કરી બોક્સ ભરવામાં આવતાં હતાં તેમજ અલગ અલગ ડ્રમમાં બનાવટી લિક્વિડ ભરી મશીનની મદદથી પેકિંગ કરી દેવાતું હતું. પોલીસે50.16 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો હતો
લીસે 21.85 લાખની કિંમતનો વિમલનો જથ્થો, 28.31 લાખનો ડવ શેમ્પૂનો જથ્થો તેમજ અલગ અલગ મશીનો મળી કુલ 50.16 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો હતો અને ગોડાઉન ભાડે રાખનાર અબ્દુલ હફીઝ તેમજ ગોડાઉનમાં મજૂરી કરનાર (2) મનોજ કુમાર યાદવ, (3) ઇન્તેખાબ અહેમદ, (4) સંદીપ યાદવ, (5) રાહુલ સોનકર, (6) સુનીલ નિશાદ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. ભાડે ગોડાઉન રાખી નકલી પ્રોડક્ટ બનાવનાર ઇસમની પોલીસે પૂછપરછ કરતાં આ તમામ પ્રોડક્ટ બિહાર રાજ્યમાં સપ્લાય કરતો હોવાનું પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું હતું. નકલી નોટોટની ફેક્ટરી ઝડપાય
ઓલપાડમાં જાણે નકલી ફેક્ટરીઓ ઝડપાવાનો સિલસિલો અટકતો જ ન હોય તેમ ગત 16/7/2024ના રોજ ઓલપાડ પોલીસની મહિલા ટીમને બાતમી મળી હતી કે ઓલપાડના પરા વિસ્તારથી ઓલપાડ તરફ આવતા મેઈન રોડ ઉપર સેના ખાડીના બ્રિજ પાસે અલ્તાફ દીવાન નામનો ઇસમ, જેણે વાદળી કલરનો શર્ટ અને ભૂરા ક્લરનું પેન્ટ પહેરેલું છે. તે કથ્થઈ કલરના લેધર બેગમાં નકલી ચલણી નોટો લઇને આવી રહ્યો છે અને ઓલપાડ બજારમાં નકલી નોટો વટાવવાની ફિરાકમાં છે. એ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી દીધી હતી. બાતમીના આધારે વોચમાં રહેલા ઓલપાડ પોલીસે બાતમી વર્ણન મુજબનો ઇસમ આવતાં જ તેને દબોચી લીધો હતો અને તેમનું નામ-ઠામ પૂછતાં તેણે પોતાનું નામ અલ્તાફ અહેમદ દીવાન હોવાનું જણાવ્યું હતું. 97 નોટો નકલી હોવાનું બહાર આવ્યું હતું
આરોપીને નકલી નોટો છાપવાનો આઈડિયા આવ્યો’ પોલીસે આરોપી પાસે રહેલી બેગ ચેક કરતાં બેગમાંથી 100ના દરની 97 નોટ મળી આવી હતી, જે નોટો સાચી છે કે ખોટી એ તપાસ કરવા સાયન્ટિફિક ઓફિસરની મદદ લેવાઇ હતી. એમાં આ તમામ 97 નોટો નકલી હોવાનું બહાર આવ્યું હતું. ત્યાર બાદ પોલીસે નકલી નોટો, મોબાઈલ, બેગ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી અલ્તાફ દીવાનની પૂછપરછ કરતાં આરોપીએ ચોંકાવનારા ખુલાસા કર્યા હતા, આરોપી થોડા સમય પહેલાં જ જામનગરથી કામ અર્થે સુરતના ઓલપાડ ખાતે રહેવા માટે આવ્યો હતો. GIDC જાણે નકલી ફેક્ટરીઓનું હબ બન્યું
ઓલપાડ તાલુકાના માસમા ગામની GIDC જાણે નકલી ફેક્ટરીઓનું હબ બન્યું હોય એમ ગત તારીખ 2/8/2024ના રોજ સુરતના ઓલપાડ ખાતે પરવાના વગર આયુર્વેદિક બનાવટોનું ગેરકાયદે રીતે ઉત્પાદન કરતી ફેક્ટરી પર રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ દરોડા પાડ્યા હતા, જ્યાં મળી આવેલા શંકાસ્પદ જથ્થાના આશરે 15 જેટલા નમૂના લઇ, બાકીનો રૂ. 11.60 લાખનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આમ ગત એક વર્ષમાં ઓલપાડ તાલુકાના જુદા જુદા વિસ્તાર માંથી 5 થી વધુ ડુપ્લીકેટ ચીક વસ્તુ બનાવતી ફેક્ટરી પકડવા સાથે પોલીસે 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી પકડી પાડી
જ્યારે 2025માં પણ ડુપ્લિકેટિયા ઓ સક્રિય હોય ફરી આજ રોજ ગાંધીનગર સ્ટેટ વિજિલન્સની ટીમે ઓલપાડની માસમાં GIDC ખાતે રેડ કરી શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી પકડી પાડી કારખાના સહિત ગોડાઉન માંથી મોટાપાયે ઘીનો જથ્થો કબજે કરી FSLની મદદે તપાસ હાથ ધરી હતી. જ્યારે ઘટના બાબતે મોડી સાંજ સુધી તપાસ ચાલી હતી. ભેળસેળ પકડાય નહિ તે માટે આ કેમિકલનો ઉપયોગ કરતા
મલેશિયાથી જુદા જુદા કેમિકલ મંગાવી ડુપ્લીકેટ ઘી બનાવતા હતા. આ સાથે વેજ ફેટ, મલેશિયાથી આયાત કરીને લાવવામાં આવતા ફેટી એસિડ મોનો એન્ડ ડાય ગ્લિસરાઈડ, અને ઘી ના એસેન્સ નો ઉપયોગ કરી બનાવટી ઘી બનાવવાની મોડ્સ ઓપરેન્ડી ચાલતી હોવાની જણાઈ આવેલ, તથા લેબોરેટરી ટેસ્ટીંગમાં ભેળસેળ પકડાય નહિ તે માટે આ કેમિકલનો ઉપયોગ કરતા હોવાનુ જણાઈ આવેલ છે.