back to top
HomeગુજરાતVNSGUના બાયો સાયન્સની ફીમાં 300%નો વધારો:‘સિયાં રામ, જય રામ, વીસી કો સદબુદ્ધિ...

VNSGUના બાયો સાયન્સની ફીમાં 300%નો વધારો:‘સિયાં રામ, જય રામ, વીસી કો સદબુદ્ધિ દે ભગવાન’ ધૂન સાથે ABVPનો વિરોધ; 200થી વધુ વિદ્યાર્થીને અસર

સુરતના વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બાયો સાયન્સ વિભાગમાં ચોથા સેમેસ્ટરની ફીમાં આશ્ચર્યજનક 300 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયના કારણે કુલ 200 જેટલા વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા છે. આ અંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા આજરોજ (11 જાન્યુઆરી) ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે. “સિયાં રામ ,જય રામ વીસી કો સદબુદ્ધિ દે ભગવાન” ધૂન સાથે વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો છે. વિદ્યાર્થીઓના સૂત્રોચ્ચાર સાથે પ્રદર્શન
બાયો સાયન્સ વિભાગમાં ચોથા સેમેસ્ટરની અગાઉની ફી રૂ. 1065 હતી, જેમાં 300 ટકા જેટલો વધારો કરીને હવે રૂ. 4040 કરી દેવામાં આવી છે. ABVP અને વિદ્યાર્થીઓએ આ નિર્ણયને અસ્વીકાર્ય ગણાવ્યો છે અને તાત્કાલિક જૂનુ ફી માળખું પુનઃસ્થાપિત કરવા માગણી કરી છે. જેમાં વિદ્યાર્થીઓ “હમ હમારા હક્ક માંગતે, નહિ કિસી સે ભીખ માંગતે” જેવા સૂત્રો સાથે યુનિવર્સિટી વહીવટી ભવન ખાતે એકત્ર થયા અને વિરોધ નોંધાવ્યો હતો. તેઓએ વહીવટીને આ ફી વધારાનો નિર્ણય પાછો ખેંચવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી. નબળા પરિવારોના વિદ્યાર્થીઓ પણ જોખમઃ ABVP
ABVPના સભ્ય સુભમ રાજપૂત જણાવ્યું હતું કે, આ અચાનક ફી વધારાથી આદિવાસી તેમજ અન્ય શાળાકીય-આર્થિક રીતે નબળા પરિવારોના વિદ્યાર્થીઓના ભવિષ્ય પર જોખમ ઊભું થાય છે. વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો પર આ કઠોર નિર્ણયોનું નાણાંકીય ભારણ મૂકવું અયોગ્ય છે. ફી ઘટાડી જૂનું માળખું લાગુ કરવાની માગ
ABVPના કાર્યકર્તાઓએ જણાવ્યું કે, વહીવટ સામે આંદોલન કર્યું છે અને ફી વધારામાં ઘટાડો કરીને અગાઉનું માળખું ફરીથી લાગુ કરવાનું આગ્રહ વ્યક્ત કર્યો છે. આ હકાર્યકારક નિર્ણયો વિરુદ્ધ અમે લડતા રહીશું. યુનિવર્સિટી નિર્ણય બદલે તેવા એંધાણ
ABVP યુનિવર્સિટી અધ્યક્ષ શુભમ રાજપૂતના મતે, વિદ્યાર્થીઓને સસ્તી અને સુલભ શિક્ષણ મળી રહેવું જરૂરી છે. આ યુનિવર્સિટી ખાસ કરીને આદિવાસી વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે છે, અને તેઓ આફોર્ડ ન કરી શકે તેવી ફી કોઈ જાણ કર્યાં વિના વધારી દેવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments