ભારતીય મૂળની અનિતા આનંદે કેનેડાના વડાપ્રધાન પદની રેસમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. તેમણે આ વર્ષે યોજાનારી ચૂંટણી પણ લડવાનો ઈનકાર કરી દીધો છે. અનીતાએ X પર એક પત્ર પોસ્ટ કરીને આ જાણકારી આપી છે. અનિતાએ લખ્યું છે- આજે હું જાહેરાત કરું છું કે હું કેનેડાની લિબરલ પાર્ટીના આગામી નેતા બનવાની રેસમાં સામેલ નથી અને ઓકવિલે માટે સંસદ સભ્ય તરીકે ફરીથી ચૂંટણી પણ લડીશ નહીં. આ પહેલા ઘણા મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના રાજીનામા બાદ અનિતા આગામી વડાપ્રધાન બની શકે છે. હમણાં માટે, નવા નેતા ચૂંટાય ત્યાં સુધી જસ્ટિન ટ્રુડો જ વડાપ્રધાન રહેશે. કોણ છે અનિતા આનંદ? ટ્રુડોની પાર્ટી પાસે બહુમતી નથી કેનેડાની સંસદ હાઉસ ઓફ કોમન્સમાં લિબરલ પાર્ટીના 153 સાંસદો છે. હાઉસ ઓફ કોમન્સમાં 338 સીટો છે. આમાં બહુમતનો આંકડો 170 છે. ગયા વર્ષે, ટ્રુડો સરકારના સહયોગી ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (NDP) એ તેના 25 સાંસદોનું સમર્થન પાછું ખેંચી લીધું હતું. NDPએ ખાલિસ્તાન તરફી કેનેડિયન શીખ સાંસદ જગમીત સિંહની પાર્ટી છે. ગઠબંધન તૂટવાને કારણે ટ્રુડો સરકાર લઘુમતીમાં આવી ગઈ હતી. જો કે, 1 ઓક્ટોબરે યોજાયેલી બહુમતી પરીક્ષણમાં ટ્રુડોની લિબરલ પાર્ટીને અન્ય પક્ષનું સમર્થન મળ્યું હતું. આ કારણે ટ્રુડોએ ફ્લોર ટેસ્ટ પાસ કર્યો હતો. ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (NDP)ના નેતા જગમીત સિંહે PM ટ્રુડો વિરુદ્ધ ફરીથી અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો નિર્ણય કર્યો છે. જો કે કેનેડિયન સંસદને 24 માર્ચ સુધી સ્થગિત કરવામાં આવી છે, લિબરલ પાર્ટી પાસે બહુમતી મેળવવા અને નવા નેતાની પસંદગી કરવા માટે 60 દિવસથી વધુનો સમય છે.