back to top
Homeગુજરાતઉતરાયણ પહેલા ગાંધીનગરમાં કડક કાર્યવાહી:પ્રતિબંધિત ચાઈનીઝ દોરી વેચતા બે વેપારી ઝડપાયા, ₹3300નો...

ઉતરાયણ પહેલા ગાંધીનગરમાં કડક કાર્યવાહી:પ્રતિબંધિત ચાઈનીઝ દોરી વેચતા બે વેપારી ઝડપાયા, ₹3300નો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગર પોલીસે ઉતરાયણ પહેલા મોટી કાર્યવાહી કરતા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા બે વેપારીઓની ધરપકડ કરી છે. કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરીને દોરીનું વેચાણ કરતા આ વેપારીઓ પાસેથી કુલ ₹3300ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. લોકલ ક્રાઇમ બ્રાંચ-1ની ટીમે કલોલ શહેરમાંથી ફૈઝાન અલતાફ ચૌહાણને ₹2700ની કિંમતના ચાઈનીઝ દોરીના 9 બોક્સ સાથે ઝડપી લીધો હતો. બીજી તરફ, સેક્ટર-7 પોલીસે શ્યામ વીરમભાઈ સોલંકીને સેક્ટર-15 ફતેપુરા કોલેજ કટ નજીકથી ₹600ની કિંમતના ચાઈનીઝ દોરીના બે રીલ સાથે પકડ્યો હતો. આગામી 14મી જાન્યુઆરીએ ઉતરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા મુજબ, ચાઈનીઝ દોરી, પ્લાસ્ટિક દોરી, કાચ પાયેલી નાયલોન દોરી, આકાશી ફાનસ અને ચાઈનીઝ તુક્કલના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધનો મુખ્ય હેતુ પક્ષીઓ અને પર્યાવરણને થતા નુકસાનને અટકાવવાનો છે. પોલીસે બંને આરોપીઓ સામે જાહેરનામા ભંગ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments