back to top
Homeગુજરાતઉત્તરાયણ પહેલા વલસાડ પોલીસની કાર્યવાહી:ચાઈનીઝ દોરીની 14 ફીરકી સાથે બે ઝડપાયા, સોશિયલ...

ઉત્તરાયણ પહેલા વલસાડ પોલીસની કાર્યવાહી:ચાઈનીઝ દોરીની 14 ફીરકી સાથે બે ઝડપાયા, સોશિયલ મીડિયા દ્વારા મોનિટરિંગ શરૂ

વલસાડ જિલ્લામાં ઉત્તરાયણની પૂર્વ તૈયારીના ભાગરૂપે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. જિલ્લા પોલીસની ટીમે વિવિધ વિસ્તારોમાં ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું, જેમાં ડુંગરા પોલીસ મથક વિસ્તારમાં અકસ્મિત ચેકીંગમાં એક વેપારી પાસેથી 12 નંગ અને ઉમરગામ પોલીસે એક વેપારી પાસેથી 2 નંગ ચાઈનીઝ દોરી જપ્ત કરી હતી. પોલીસે નવતર પહેલ કરતાં વેપારીઓ સાથે સોશિયલ મીડિયા ગ્રુપ બનાવ્યું છે, જેમાં ચાઈનીઝ દોરી ખરીદવા આવનાર ગ્રાહકોના ફોટા શેર કરવાની સૂચના આપવામાં આવી છે. જિલ્લા પોલીસની ટીમે પોલીસ મથક વિસ્તારમાં આવેલા દોરી-પતંગના વેપારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં ચાઈનીઝ દોરીના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવા કડક સૂચના આપવામાં આવી છે. દરેક પોલીસ મથકના PI એ વેપારીઓને ચેતવણી આપી છે કે જો કોઈ ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા પકડાશે તો કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. વેપારીઓને સ્ટોલ પાસે ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને વેચાણ સ્થળે ટ્રાફિક જામ ન થાય તેની તકેદારી રાખવા પણ જણાવવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે, જેથી ઉત્તરાયણ દરમિયાન થતી દુર્ઘટનાઓને રોકી શકાય અને તહેવારની સલામત ઉજવણી થઈ શકે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments