back to top
Homeમનોરંજનકેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ 'ઇમરજન્સી' જોવાની અપીલ કરી:ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હાજરી આપી,...

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ‘ઇમરજન્સી’ જોવાની અપીલ કરી:ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હાજરી આપી, તસવીરો સાથે ફિલ્મનો રિવ્યૂ પણ શેર કર્યો

કંગના રનૌત તેની ફિલ્મ ‘ઈમરજન્સી’ના કારણે ચર્ચામાં છે. એક્ટ્રેસે શનિવારે નાગપુરમાં કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરી માટે ફિલ્મની વિશેષ સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું. આ દરમિયાન અનુપમ ખેર પણ હાજર હતા. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફિલ્મ ‘ઈમરજન્સી’ જોઈ
ફિલ્મ ‘ઈમરજન્સી’ના સ્પેશિયલ સ્ક્રીનિંગ બાદ નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ફોટા અને વીડિયો શેર કર્યા હતા. પોસ્ટ શેર કરતી વખતે તેણે ફિલ્મનો રિવ્યૂ આપ્યો છે અને લોકોને ફિલ્મ જોવાની અપીલ કરી છે. પોસ્ટ શેર કરતા કેન્દ્રીય મંત્રીએ લખ્યું – ‘આજે કંગના જી અને અનુપમ ખેર જી સાથે નાગપુરમાં ફિલ્મ ‘ઈમરજન્સી’ના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હાજરી આપી. આપણા દેશના ઈતિહાસના કાળા અધ્યાયને આટલી સારી રીતે રજૂ કરવા બદલ હું ફિલ્મ નિર્માતાઓ અને કલાકારોનો હૃદયપૂર્વક આભાર માનું છું. હું દરેકને આ ફિલ્મ જોવાની વિનંતી કરું છું, ફિલ્મ ‘ઈમરજન્સી’ ભારતના ઈતિહાસના કાળા અધ્યાય વિશે જણાવે છે. કંગના રનૌતે​ પણ તસવીરો શેર કરી છે
કંગના રનૌતે ઈન્સ્ટાગ્રામ પર નીતિન ગડકરી સાથેની તસવીરો પણ શેર કરી છે. ફોટો શેર કરતા કંગનાએ લખ્યું- ‘નિતિન ગડકરીજી સાથે ફિલ્મ ‘ઈમરજન્સી’ જોઈ. આ ફિલ્મ 17 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. અગાઉ, આ ફિલ્મ 6 સપ્ટેમ્બર 2024 ના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ તેને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) તરફથી મંજૂરી મળી ન હતી. તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ હતી
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને કંગના રનૌતની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા લોકોએ આ ફિલ્મને રિલીઝ પહેલા જ બ્લોકબસ્ટર જાહેર કરી દીધી છે. આ સિવાય અન્ય લોકોએ લખ્યું કે તેઓ ફિલ્મની રિલીઝની રાહ જોઈ શકતા નથી. કંગના હિમાચલની મંડી સીટથી સાંસદ છે
કંગના રનૌતે ગયા વર્ષે યોજાયેલી ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર હિમાચલની મંડી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી. તેમણે કોંગ્રેસના ઉમેદવાર વિક્રમાદિત્ય સિંહને હરાવ્યા હતા, જે હિમાચલના પૂર્વ સીએમ વીરભદ્ર સિંહના પુત્ર હતા. ફિલ્મ ‘ઈમરજન્સી’ 17 જાન્યુઆરીએ રિલીઝ થશે
કંગનાની ફિલ્મ ઈમરજન્સી 1975થી 1977ના 21 મહિનાના સમયગાળા પર આધારિત છે. જ્યારે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ દેશમાં ખતરાને ટાંકીને સમગ્ર દેશમાં ‘ઈમરજન્સી’ જાહેર કરી હતી. આ ફિલ્મ 17 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments