back to top
Homeભારતમણિપુરના બે ગામોમાં કર્ફ્યુ:મહિલા પર હુમલા બાદ તણાવ, ટોળાએ આસામ રાઈફલ્સ કેમ્પ...

મણિપુરના બે ગામોમાં કર્ફ્યુ:મહિલા પર હુમલા બાદ તણાવ, ટોળાએ આસામ રાઈફલ્સ કેમ્પ પર હુમલો કર્યો

​​​​​​મણિપુરના કાંગપોક્પી જિલ્લાના કંસાખુલ અને લીલોન વૌફેઈના બે પડોશી ગામોમાં શનિવારે કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. બંને ગામો અને તેની આસપાસના વિસ્તારોમાં લોકોની અવરજવર પર આગામી આદેશ સુધી લગાવવામાં આવ્યો છે. એક ગામના કુકી યુવકે બીજા ગામની નાગા મહિલા પર કથિત રીતે હુમલો કર્યા બાદ અહીં તણાવ છે. તેમજ, શનિવારે કામજોંગ જિલ્લાના હોંગબાઈ વિસ્તારમાં, ટોળાએ આસામ રાઇફલ્સના કેમ્પ પર હુમલો કર્યો અને તેને નષ્ટ કર્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સૈનિકોએ ઘર બનાવવા માટે લાકડા લેવાનું બંધ કરી દીધું હતું. આ વાતથી તેઓ નારાજ હતા. ભીડને વિખેરવા માટે જવાનોએ ટીયર ગેસના શેલ છોડ્યા અને હવામાં ગોળીબાર કર્યો હતો. હિંસા એક અઠવાડિયા કરતા વધુ સમયથી ચાલુ છે કાંગપોકપી જિલ્લામાં એક સપ્તાહ કરતાં વધુ સમયથી હિંસા ચાલુ છે. 3 જાન્યુઆરીના રોજ, કુકી સમુદાયના લોકોએ કાંગપોકપી પોલીસ અધિક્ષક (SP) ઓફિસ પર હુમલો કર્યો હતો. જેમાં એસપી મનોજ પ્રભાકર સહિત અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે કુકી લોકોની માંગ ઇમ્ફાલ પૂર્વ જિલ્લાની સરહદ પર આવેલ સાયબોલ ગામમાંથી સુરક્ષા દળોને હટાવવાની છે. સમુદાયનો આરોપ છે કે એસપીએ સેન્ટ્રલ ફોર્સને ગામમાંથી બહાર કરી નથી. CMએ કહ્યું હતું- કુકી-મૈઈતેઈએ પરસ્પર સમજણ કેળવવી જોઈએ મણિપુરના સીએમ બિરેન સિંહે 25 ડિસેમ્બરે કહ્યું હતું – મણિપુરને તાત્કાલિક શાંતિની જરૂર છે. બંને સમુદાયો (કુકી-મૈઇતેઈ) વચ્ચે પરસ્પર સમજણ કેળવવી જોઈએ. માત્ર ભાજપ જ મણિપુરને બચાવી શકે છે કારણ કે તે ‘સાથે રહેવા’ના વિચારમાં માને છે. તેમણે કહ્યું હતું કે આજે મણિપુરમાં જે થઈ રહ્યું છે તેના ઘણા કારણો છે. આજે જે લોકો રાજ્યના ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓ પૂછી રહ્યા છે કે સરકાર શું કરી રહી છે. લોકો સત્તાના ભૂખ્યા છે. અમે કોઈ ચોક્કસ સમુદાયના વિરોધમાં નથી. ભાજપનું વલણ સ્પષ્ટ છે. અમે પોલીસ અને લોકો વચ્ચે સંબંધો બનાવવાનું શરૂ કર્યું છે. સીએમએ કહ્યું- અમે ક્યારેય કોઈ ખોટું કામ કર્યું નથી. અમે માત્ર ભવિષ્યની પેઢીઓને બચાવવા માંગીએ છીએ. બંને સમુદાયોએ શાંત રહેવાની જરૂર છે. ભૂતકાળમાં જોવાને બદલે આપણે NRC પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. અમે લોકતાંત્રિક અને બંધારણીય રીતે અમારું કામ ચાલુ રાખીશું. પ્રશાંત કુમાર સિંહ મણિપુર પરત ફર્યા, મુખ્ય સચિવ બનવાની શક્યતા સીનિયર IAS પ્રશાંત કુમાર સિંહ મણિપુરના મુખ્ય સચિવ બની શકે છે. મણિપુર સરકારની વિનંતી પર 1993 બેચના આઈએએસ અધિકારીને તેમના મુળ કેડરમાં પાછા ફરવાની મંજૂરી આપવામાં આવી છે. હાલમાં તેઓ નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયમાં સચિવ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments