સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે બ્રહ્માકુમારીઝના ગુજરાત ઝોનલ મુખ્યાલય, કાંકરિયા સુખ શાંતિ ભવન ખાતે રાષ્ટ્રીય યુવા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી, જ્યાં યુવા પ્રભાગનો પરિચય આપવામાં આવ્યો અને સર્વ યુવાનોએ વિશ્વમાં શાંતિના પ્રકંપનો ફેલાવવા માટે સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. આ વિશેષ કાર્યક્રમમાં યુવાનો માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રેરણાદાયી વક્તવ્યો, ધ્યાન-મેડિટેશન સેશન, અને અનુભવોનું આદાન-પ્રદાન મુખ્ય હતા. કાર્યક્રમનું વિશેષ આકર્ષણ મૂલ્યલક્ષી આધ્યાત્મિક રમત-ગમત અને મોટિવેશનલ ફિલ્મનું પ્રદર્શન રહ્યું, જેણે યુવાનોમાં ઉત્સાહ અને ઊર્જાનો સંચાર કર્યો હતો. આ કાર્યક્રમ દ્વારા યુવાનોમાં આધ્યાત્મિક મૂલ્યોની સાથે સામાજિક જવાબદારી અને વ્યક્તિત્વ વિકાસનો સંદેશ આપવામાં આવ્યો, જે સ્વામી વિવેકાનંદના આદર્શો અને શિક્ષણને અનુરૂપ છે.