back to top
Homeસ્પોર્ટ્સરોહિત શર્મા ચેમ્પિયન્સ ટ્રોફી સુધી ભારતનો કેપ્ટન રહેશે:રિવ્યુ મિટિંગમાં બુમરાહને આગામી કેપ્ટન...

રોહિત શર્મા ચેમ્પિયન્સ ટ્રોફી સુધી ભારતનો કેપ્ટન રહેશે:રિવ્યુ મિટિંગમાં બુમરાહને આગામી કેપ્ટન બનાવવા પર પણ ચર્ચા થઈ; 19 ફેબ્રુઆરીથી ટુર્નામેન્ટ શરૂ

રોહિત શર્મા 19 ફેબ્રુઆરીથી શરૂ થનારી ચેમ્પિયન્સ ટ્રોફી સુધી ભારતીય ટીમનો કેપ્ટન રહેશે. રોહિતની આગેવાની ભારતીય ટીમની ઉપલબ્ધિઓને ધ્યાનમાં રાખીને તેને વધુ એક તક આપવામાં આવી છે. મુંબઈમાં શનિવાર અને રવિવારે યોજાયેલી રિવ્યુ મિટિંગમાં ઝડપી બોલર જસપ્રીત બુમરાહને આગામી ભારતીય કેપ્ટન બનાવવા પર પણ ચર્ચા થઈ હતી. ANI અનુસાર, રોહિતની કેપ્ટનશિપમાં ઘણા યાદગાર ઉતાર-ચઢાવ આવ્યા છે. પછી તે 2023 ICC ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન સતત 10 જીત હોય કે 2024માં બાર્બાડોસમાં T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતીને ભારતનું કમબેક હોય. તેના નેતૃત્વમાં ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઈનલમાં પણ પહોંચી હતી. BCCIના અધિકારીઓ મુંબઈમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારતીય ટીમના પ્રદર્શનની સમીક્ષા કરી રહ્યા છે. ભારત 3-1 થી હારી ગયા પછી, રોહિતની કેપ્ટનશિપ મુશ્કેલીમાં છે કારણ કે તે બેટથી પણ પ્રદર્શન કરી શકતો નથી. ભારત 10 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝ હાર્યું
આ મહિને સમાપ્ત થયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારતીય ટીમને 3-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમ 10 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયા સામે દ્વિપક્ષીય ટેસ્ટ શ્રેણી હારી છે. ટીમની છેલ્લી હાર 2014માં થઈ હતી. આ પહેલા ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ સામે તેના જ ઘરમાં 3-0થી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ બે હાર બાદ ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ-2023-25 ​​સાયકલમાં ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયું છે. બુમરાહ પર ચર્ચા, પર્થ અને સિડનીમાં સારી કેપ્ટનશિપ કરી
રિવ્યુ મિટિંગમાં બુમરાહને કેપ્ટન બનાવવા પર ચર્ચા થઈ હતી, કારણ કે તેની કેપ્ટનશિપમાં ભારતીય ટીમે પર્થ ટેસ્ટ જીતી હતી, જોકે ટીમને સિડનીમાં 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ સિરીઝમાં બુમરાહના પ્રદર્શનની પ્રશંસા કરવામાં આવી હતી. તે 32 વિકેટ લઈને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે જાહેર થયો હતો. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની પ્રથમ મેચ બાંગ્લાદેશ સામે ચેમ્પિયન્સ ટ્રોફી સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો… બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીના ગ્રૂપ સ્ટેજમાંથી બહાર થઈ શકે છે ભારતનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આવતા મહિને યોજાનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફીના ગ્રૂપ સ્ટેજમાંથી બહાર થઈ શકે છે. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, બુમરાહની પીઠમાં સોજો છે. આ માટે તેને બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં રિપોર્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે. તેની રિકવરી પર અહીં નજર રાખવામાં આવશે. સંપૂર્ણ સમાચાર વાંચો…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments