back to top
Homeગુજરાતવર્ષોથી પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર:388 હેક્ટરનું ક્ષેત્રફળ ધરાવતા પરિએજમાં 60 હજારથી વધુ પ્રવાસી...

વર્ષોથી પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર:388 હેક્ટરનું ક્ષેત્રફળ ધરાવતા પરિએજમાં 60 હજારથી વધુ પ્રવાસી પક્ષીનું આગમન

ખેડા જિલ્લાના માતર તાલુકાનું પરિએજ તળાવ તેની કુદરતી સુંદરતા, ત્યાં આવતાં અલભ્ય પ્રવાસી પક્ષીઓને કારણે વર્ષોથી પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દરસાલ ડિસેમ્બરથી માર્ચ મહિના સુધીમાં 150 પ્રજાતિમાં 50થી વધુ વિદેશી પ્રજાતિના 60 હજારથી વધુ પક્ષીઓ પરિએજના મહેમાન બને છે. આવર્ષે 150 પ્રજાતિમાં 50થી વધુ વિદેશી પ્રજાતિ સહિતના 60 હજારથી વધુ પક્ષી મહેમાન બન્યા છે. સૌથી વધુ અહીં ગાજહંસ પક્ષી જોવા મળે છે. જેની સંખ્યા 2500 થી પણ વધુ છે. આ ઉપરાંત ફ્લેમીંગો અને ભાગ્યેજ જોવા મળતાં વોટર રેઇલ, ગ્રાસ હોપર વોબલર પક્ષીઓ કે જેઓ શરમાળ પ્રકૃતિના હોવાથી સંતાઇને રહે છે અને ભાગ્યેજ જોવા મળે છે તે પણ જોવા મળે છે. જોડીમાં જ જોવા મળતાં ફ્લેમીંગો એટલે કે સારસ પક્ષીઓના આગમન સાથે જ પર્યટકો પણ પરિએજની વાટ પકડે છે. હાલમાં ફ્લેમીંગોની કેટલીક જોડી આવી ગઇ છે અને આગામી દિવસોમાં વધુ ફ્લેમીંગો આવશે. માર્ચ મહિના સુધી પરીએજમાં પ્રવાસી પક્ષીઓ પરિએજમાં રહેશે. વિદેશી પક્ષીઓ માટે પરિએજ તળાવ સૌથી વધુ અનુકુળ છે. વિશાળકાય તળાવ હોવાની સાથે સાથે છછરુ હોવાથી પક્ષીઓને જરૂરી ખોરાક આસાનીથી મળી રહેતો હોય છે. તેમજ તળાવની ફરતે પણ દૂર સુધી માનવ ચહલપહલ ઓછી રહેતી હોવાને કારણે દર વર્ષે 50થી વધુ વિદેશી પ્રજાતિના 60 હજારથી વધુ વિદેશી પક્ષીઓ આવે છે. પ્રવાસી પક્ષીઓ માટે હાલ પરિસ્થિતિ વિષમ તાજેતરમાં તળાવના પાળની કામગીરી માટે તળાવ ખાલી કરવામાં આવ્યું હતું. ફ્લેમીંગો સહિતના પક્ષીઓનો મુખ્ય ખોરાક લીલ અને શેવાળ છે. તાજેતરમાં જ તળાવની કામગીરી પૂર્ણ થયા બાદ તેમાં નવા નીર ભરાયા છે. એક ઋતુચક્ર પૂર્ણ થયા બાદ તેમાં લીલ અને શેવાળ થાય છે. જેથી ચાલુ વર્ષે હજી લીલ અને શેવાળ તળાવમાં ન હોવાથી વિદેશી પક્ષીઓ માટે સ્થિતી વિષય બની છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments