back to top
Homeદુનિયાશ્રીલંકાએ 8 ભારતીય માછીમારોની ધરપકડ કરી:2 બોટ પણ જપ્ત; સરહદ પાર કરીને...

શ્રીલંકાએ 8 ભારતીય માછીમારોની ધરપકડ કરી:2 બોટ પણ જપ્ત; સરહદ પાર કરીને શ્રીલંકાના વિસ્તારમાં માછીમારી કરવાનો આરોપ

શ્રીલંકાના નૌકાદળે રવિવારે તેના પ્રાદેશિક જળસીમામાં માછીમારી કરવા બદલ 8 ભારતીય માછીમારોની ધરપકડ કરી હતી. બે ફિશિંગ બોટ પણ જપ્ત કરવામાં આવી હતી. શ્રીલંકાની સરકાર દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, શ્રીલંકાની નૌકાદળે શનિવારે રાત્રે મનરારની ઉત્તરમાં વિશેષ ઓપરેશન હાથ ધરીને આ લોકોની ધરપકડ કરી છે. શ્રીલંકન નેવીએ કહ્યું કે, 11 જાન્યુઆરીની રાત્રે ભારતીય માછીમારોનું એક જૂથ લંકાના જળસીમામાં ગેરકાયદેસર રીતે માછીમારી કરતા જોવા મળ્યું હતું. આ પછી નેવીએ ફાસ્ટ એટેક ક્રાફ્ટ અને ઇનશોર પેટ્રોલ ક્રાફ્ટ દ્વારા આ લોકો સામે ઓપરેશન હાથ ધર્યું. ભારતીય માછીમારોને આગળની કાર્યવાહી માટે ઉચ્ચ અધિકારીઓને સોંપવામાં આવ્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં 18 ભારતીય માછીમારોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 3 બોટ જપ્ત કરવામાં આવી છે. માછીમારો કેવી રીતે પકડાય?
ભારત સરકારના ડેટા અનુસાર, 2024માં શ્રીલંકા દ્વારા રેકોર્ડ 535 ભારતીય માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી, જે 2023માં લગભગ બમણી સંખ્યા છે. 29 નવેમ્બર, 2024 સુધીમાં 141 ભારતીય માછીમારો શ્રીલંકાની જેલમાં હતા અને 198 ટ્રોલર્સ જપ્ત કરવામાં આવ્યા હતા. ભારતીય ભાગમાં માછલીઓની સંખ્યા સતત ઘટી રહી છે. આવી સ્થિતિમાં માછીમારો માછીમારી માટે શ્રીલંકાના ટાપુઓ (ખાસ કરીને કાચાથીવુ અને મન્નારની ખાડી) પર જાય છે. જો કે, ત્યાં પહોંચવાના માર્ગમાં એક આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ છે, જે ભારતીય માછીમારોએ પાર કરવી પડે છે. શ્રીલંકાની નૌકાદળ આ મર્યાદા વટાવતા જ ભારતીય માછીમારોની ધરપકડ કરે છે. ભારતીય વિસ્તારોમાં માછલીઓની સંખ્યા કેમ ઘટી રહી છે?
અલ જઝીરાના એક અહેવાલ મુજબ, દરિયામાં પ્લાસ્ટિકના વધતા પ્રદૂષણ અને દાયકાઓથી યાંત્રિક ટ્રોલર્સના વધુ પડતા ઉપયોગને કારણે ભારતીય ક્ષેત્રમાં માછલીઓની સંખ્યા ઘટી રહી છે. માછલીની શોધમાં દરિયાઈ તળિયાને ખંખેરતા ટ્રોલર્સ પરવાળાના ખડકો સહિત માછલીના રહેઠાણનો નાશ કરે છે. જેના કારણે તેમના ગર્ભાધાનમાં સમસ્યા સર્જાય છે. ગયા વર્ષે, તમિલનાડુના રામનાથપુરમ જિલ્લામાં માછીમારોના સંગઠનના પ્રમુખ પી. જેસુરાજાએ કહ્યું હતું કે, માછીમારો જાણે છે કે જો તેઓ માછલી પકડવા માટે સરહદ પાર કરે છે તો તેમની ધરપકડ થઈ શકે છે અથવા તેમનો જીવ જઈ શકે છે, આ પછી પણ તેઓ સરહદ પાર કરે છે. જો માછીમારો માછલી પકડ્યા વિના પાછા ફરે છે, તો તેમના માટે જીવવું મુશ્કેલ બની જશે. ટ્રોલર્સના ઉપયોગને કારણે નાશ થઈ રહ્યો છે કોરલ રીફ
ભારતે 1950ના દાયકામાં માછીમારી માટે ટ્રોલરના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું હતું. પરિણામ એ આવ્યું કે ભારતીય માછીમારોની આવક વધી, પરંતુ અહીં હાજર કોરલ રીફ મોટા પાયે નાશ પામી. આનાથી માછલીઓની આનુવંશિક અને પ્રજાતિની વિવિધતામાં ઘટાડો થયો. બદલાતી વરસાદની પેટર્ન અને વધતા તાપમાનને કારણે સમુદ્રમાં ફાયટોપ્લાંકટોન (એક પ્રકારનું શેવાળ) ઝડપથી વધી રહ્યું છે. જેના કારણે નાની માછલીઓને શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને તે જલ્દી મરી જાય છે. આ ઉપરાંત પ્લાસ્ટીકનું પ્રદુષણ પણ માછીમારોને મુશ્કેલીનું કારણ બને છે. બીજી તરફ, શ્રીલંકાનો વિસ્તાર માછલીઓમાં પ્રમાણમાં સમૃદ્ધ છે. શ્રીલંકાના માછીમારોને ડર છે કે ભારતીય ટ્રોલર્સ તેમના પાણીમાં આવવાથી માછલીઓની વસતીમાં ઘટાડો થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments