back to top
HomeગુજરાતHA કોલેજમાં રાષ્ટ્રીય યુવા દિવસે વિશેષ કાર્યક્રમ:સ્વામી વિવેકાનંદના જીવન-કવન પર સંગોષ્ઠી યોજાઈ,...

HA કોલેજમાં રાષ્ટ્રીય યુવા દિવસે વિશેષ કાર્યક્રમ:સ્વામી વિવેકાનંદના જીવન-કવન પર સંગોષ્ઠી યોજાઈ, વિદ્યાર્થીઓને પુસ્તક અર્પણ કરાયા

ગુજરાત લો સોસાયટી સંચાલિત HA કોલેજ ઓફ કોમર્સમાં 12મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસ અને સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે એક મહત્વપૂર્ણ વ્યાખ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા મિતુલ ડબગરે સ્વામી વિવેકાનંદના જીવન અને કવન વિશે વિસ્તૃત માહિતી આપી હતી. મિતુલ ડબગરે યુવાનોને પ્રેરણાદાયી સંબોધન કરતાં જણાવ્યું કે, યુવાવસ્થામાં જ જીવનનું લક્ષ્ય નક્કી કરી તેને પ્રાપ્ત કરવા સખત મહેનત કરવી જોઈએ. કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે સ્વામી વિવેકાનંદના કાર્યો અને જીવનની મહત્તા સમજાવી હતી. તેમણે જણાવ્યું કે સ્વામીજીએ નાની ઉંમરે જ સમગ્ર ભારતનું ભ્રમણ કરી રાષ્ટ્રીય ચેતના જગાવવાનું મહત્વપૂર્ણ કાર્ય કર્યું હતું. કાર્યક્રમમાં વિશેષ રૂપે સ્વામી વિવેકાનંદનું પુસ્તક વિદ્યાર્થીઓને ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમનું સફળ સંચાલન પ્રા. મહેશ સોનારાએ કર્યું હતું. તેમણે સ્વામીજીના વિચારોને આધુનિક સંદર્ભમાં સમજાવ્યા હતા અને યુવાનોને રાષ્ટ્રની ઉન્નતિ માટે કાર્ય કરવા પ્રેરિત કર્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments