back to top
Homeસ્પોર્ટ્સICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે ન્યૂઝીલેન્ડની ટીમની જાહેરાત:સેન્ટનર કેપ્ટનશિપ કરશે; વિલિયમસન એક વર્ષ...

ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે ન્યૂઝીલેન્ડની ટીમની જાહેરાત:સેન્ટનર કેપ્ટનશિપ કરશે; વિલિયમસન એક વર્ષ બાદ વન-ડે ટીમમાં પરત ફર્યો

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. સ્પિન ઓલરાઉન્ડર મિચેલ સેન્ટનર ચેમ્પિયન્સ ટ્રોફીમાં ન્યૂઝીલેન્ડની ટીમની કેપ્ટનશિપ કરશે. પૂર્વ કેપ્ટન અને અનુભવી બેટર કેન વિલિયમસનને પણ ટીમમાં જગ્યા મળી છે. વિલિયમસન 14 મહિના બાદ વન-ડે ટીમમાં પરત ફર્યો છે. તેણે નવેમ્બરમાં યોજાયેલ વન-ડે વર્લ્ડ કપ-2023ની સેમિફાઈનલમાં પોતાના દેશ માટે છેલ્લી ODI મેચ રમી હતી. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂ થશે. ન્યૂઝીલેન્ડ તેની પ્રથમ મેચ 19 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે રમશે. ટુર્નામેન્ટની શરૂઆત આ મેચથી થશે. ન્યૂઝીલેન્ડની ટીમ શાનદાર બોલિંગ યુનિટ સાથે મેદાનમાં ઉતરશે
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમમાં મેટ હેનરી, લોકી ફર્ગ્યુસન, નાથન સ્મિથ, બેન સીયર્સ અને વિલિયમ ઓ’રર્કે જેવા બોલરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગયા વર્ષે T20 વર્લ્ડ કપ 2024 દરમિયાન રિઝર્વ ખેલાડી રહેલા બેન સીયર્સ ઘૂંટણની ઈજા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફરી રહ્યા છે. ચેમ્પિયન્સ ટ્રોફી માટે ન્યૂઝીલેન્ડની ટીમ
મિચેલ સેન્ટનર (કેપ્ટન), માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, ટોમ લાથમ, ડેરીલ મિચેલ, વિલિયમ ઓ’રર્કે, ગ્લેન ફિલિપ્સ, રચિન રવીન્દ્ર, બેન સીયર્સ, નાથન સ્મિથ, કેન વિલિયમસન, વિલ યંગ. ગ્રૂપ-Aમાં ન્યૂઝીલેન્ડ, ભારત પણ આ ગ્રૂપમાં છે
ન્યૂઝીલેન્ડ ગ્રૂપ-Aમાં છે. ભારત પણ આ ગ્રૂપમાં છે. ભારત તેની તમામ મેચ દુબઈમાં રમશે. દુબઈમાં જ સેમિફાઈનલ પણ રમાશે. જો ભારત ફાઈનલમાં પહોંચશે તો આ મેચ પણ દુબઈમાં જ યોજાશે. જ્યારે ટુર્નામેન્ટની બાકીની 10 મેચ પાકિસ્તાનમાં યોજાશે. ચેમ્પિયન્સ ટ્રોફી 8 વર્ષ પછી યોજાવા જઈ રહી છે, છેલ્લી વખત 2017માં પાકિસ્તાને ફાઈનલમાં ભારતને હરાવીને ટાઈટલ જીત્યું હતું. બીજા ગ્રૂપમાં ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન છે. 4 અને 5 માર્ચે બે સેમિફાઈનલ રમાશે જ્યારે 9 માર્ચે ફાઈનલ રમાશે. સ્પોર્ટ્સના આ સમાચાર પણ વાંચો… બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીના ગ્રૂપ સ્ટેજમાંથી બહાર થઈ શકે છેઃ પીઠમાં સોજો ભારતનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આવતા મહિને યોજાનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફીના ગ્રૂપ સ્ટેજમાંથી બહાર થઈ શકે છે. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, બુમરાહની પીઠમાં સોજો છે. આ માટે તેને બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં રિપોર્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે. તેની રિકવરી પર અહીં નજર રાખવામાં આવશે. સંપૂર્ણ સમાચાર વાંચો…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments