સુરત સહિત રાજ્યભરમાં ફુલ ગુલાબી ઠંડી વચ્ચે ઉત્તરાયણમાં પવન સારો એવો રહેવાની હવામાન વિભાગની આગાહીથી પતંગ રસિકો હર્ષોલ્લાસ સાથે ઉત્તરાયણની મોજ માણી શકશે. મંગળવારે ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે પવન અને ઠંડીને લઈને આગાહી કરી છે. જેમાં ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશામાં તરફ 15 થી 20 કિ.મી. પ્રતિ કલાકની પવનની ગતિ રહેશે. જ્યારે આગામી બે દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં ક્રમશ: વધારાને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તરાયણમાં 17 ડિગ્રી અને વાસી ઉત્તરાયણમાં 19 ડિગ્રી સુધી ઠંડીનો પારો રહેવાની આગાહી કરવામાં આવી છે. આજે… ધાબુ, પતંગ અને ઊંધિયું… રવિવારની જેમ સોમવારે પણ મોડી રાત સુધી પતંગ રસિયાઓએ ડબગર વાડ, ભાગળ, રાંદેર, અડાજણ સહિતના બજારોમાં પતંગ, દોરીની ખરીદી કરી હતી. ખાસ કરીને શહેરના ડબગર વાડ અને રાંદેરના પતંગ બજારમાં ગ્રાહકોની ભીડ વધુ જોવા મળી હતી. ઘણા યુવાઓ ગ્રુપમાં પતંગ-દોરીની ખરીદી કરવા માટે નીકળ્યા હતા. સામાન્ય દિવસોની સરખામણીમાં બેથી ત્રણ ગણા ગ્રાહકો ખરીદી માટે ઉમટી પડતાં રસ્તાઓ પર ટ્રાફિકનાં દૃશ્યો સર્જાયાં હતાં. } હેતલ શાહ ઈજાગ્રસ્ત નાગરિકો તથા ઘવાયેલાં પક્ષીઓ માટે સિવિલ હોસ્પિટલની હેલ્પલાઈન શરૂ સુરત : દોરીથી ઈજાગ્રસ્ત થતાં લોકો તેમજ પક્ષીઓને સારવાર આપવા સિવિલ ખાતે સહસ્ત્રફણા પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ અને નર્સિંગ એસોસિએશને હેલ્પલાઈન શરૂ કરી છે. મહત્તમ તાપમાન 29.2, લઘુતમ 18.4 ડિગ્રી રહેતાં ઠંડીમાં ઘટાડો સોમવારે શહેરનું મહત્તમ તાપમાન 29.2 ડિગ્રી અને લઘુતમ તાપમાન 18.4 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 64 ટકા અને સાંજે 33 ટકા નોંધાયું હતું. ઉત્તર દિશાથી 4 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાયા હતા. આગામી બે દિવસ રાત્રિનું તાપમાન વધશે અને પારો 19 ડિગ્રી આસપાસ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. તુક્કલથી ફ્લાઇટમાં દુર્ઘટના ન બને તે માટે 8 કર્મી તૈનાત સુરત : ઉત્તરાયણના બે દિવસના તહેવારમાં તુક્કલથી ફલાઇટોમાં આગ લાગવા જેવી ઘટના નહીં બને તે માટે એરપોર્ટના રનવે પર કર્મચારીઓની સંખ્યામાં વધાાઈ છે. એટીસી ટાવરના હેડે એર ઇન્ડિયા, સ્પાઇસ જેટ, ઇન્ડિગો, સ્ટાર એર અને વેન્ચુરા એર કનેક્ટ એરલાઇન્સના પાયલટોને ટેકઓફ કે લેન્ડિંગ સમયે તકેદારી રાખવાની સૂચના અપાશે. સામાન્ય દિવસોમાં રનવે પર 4 કર્મચારી હોય છે. જે પક્ષી ભગાડવાની સાથે સાથે સાફ-સફાઇનું કામ કરે છે. ઉત્તરાયણમાં વધારાના 4 કર્મચારીઓને ફરજ બજાવવાનો આદેશ કરાયો છે, જેઓ રનવે પર આવતા પતંગો કે પછી તુક્કલોને ઝડપથી હટાડી દેશે અને ફલાઇટના ઓપરેશનને સરળ બનાવશે. બે દિવસ સવારે 5થી સાંજે 8 વાગ્યા સુધી પવનની સંભવિત ગતિ 7થી 14 3નાં ગળાં કપાયાં, એક છાપરા પરથી પડ્યો, એકને લંગરનો પથ્થર વાગ્યો ‘પ્રયાસ’નું બર્ડ રેસ્ક્યુ સેન્ટર-હેલ્પલાઈન શરૂ પ્રયાસે હંગામી બર્ડ રેસ્ક્યુ સેન્ટર, હેલ્પલાઈન શરૂ કરી છે. મંગળવારે ન્યૂ રાંદેર રોડ શ્રી સ્થૂલ ભદ્ર ધામમાં ગૃહમંત્રીના હસ્તે સેન્ટરનો પ્રારંભ કરાશે. હેલ્પલાઇન ફાયર બ્રિગેડ એલર્ટ : એએઆઇ, ડુમસ પોલીસ અને એસએમસીએ સાથે મળી એરપોર્ટની આસપાસના લોકોને પ્રતિબંધિત તુક્કલ નહીં ઉડાવવા અપીલ કરી છે. તે સાથે ઓપરેશનલ એરિયામાં આગ સહિતની કોઈ પણ ઘટના નહીં બને તે માટે એરપોર્ટ અને એસએમસીના ફાયર બ્રિગ્રેડને એલર્ટ કરવા માટે તાકિદ કરાય છે. ઘાયલ પક્ષીઓ માટેના હેલ્પ લાઈન નંબરો પ્રયાસ 9825119081 કરૂણા જીવદયા 9376533377 જાનકી જીવદયા 9726009709 ઓમકાર જીવદયા 9825592595 નેચર ક્લબ 9825480908 મારુતિ જીવદયા 8530003335 મહાદેવ જીવદયા ટ્રસ્ટ 7600011030 પશુ દવાખાનું 9427028576 ફોરેસ્ટ વિભાગ 1926, 1962 વધારાના તબીબોની ટીમ વિશેષ સેવા આપશે સિવિલમાં સર્જરી-ઓર્થોના વધારાના રેસિડેન્ટ તબીબો તૈનાત કરાશે તેમજ બે વધારાના મેડિકલ ઓફિસર પણ ઓનકોલ ફરજ બજાવશે. સુરત: પતંગની દોરીથી રવિ-સોમમાં વધુ 3નાં ગળાં કપાયાં હતાં. કામરેજ રહેતા પીન્ટુ ધાગધરીયા (33) માતા સાથે લઈ બાઈક પર પાંડેસરા જતા હતા ત્યારે જીવનજ્યોત બ્રિજ પર પતંગની દોરી આવી જતાં હાથ અને ગળામાં ઈજા થઈ હતી. તેમને સિવિલ ખસેડાયા હતા. હીરાબાગ સર્કલ પાસે રહેતી હેતલ દેવીપૂજક (15) તાડદેવીના મંદિર પાસેથી જતી હતી ત્યારે દોરી આવી જતાં ગળામાં ઈજા થઈ હતી. તેને સ્મીમેર ખસેડાઈ હતી. ત્રીજા બનાવમાં કોસાડ આવાસ ખાતે રહેતો શિવમ યાદવ (10) અમરોલી બ્રિજ પર પતંગ પકડવા દોડી રહ્યો હતો ત્યારે દોરી આવી જતાં ગળામાં ઈજા થઈ હતી. તેને સ્મીમેર ખસેડાયો હતો. રામપુરા રહેતો તોસીફ પઠાણ (13) કાપોદ્રા ગાયત્રી નગરની ગલીમાં પતરા પર પતંગ ચગાવતો હતો ત્યારે નીચે પટકાતાં ઈજા થતા સ્મીમેર ખસેડાયો હતો. દિલ્હીગેટ બ્રિજ નીચે રહેતો વિકેશ (15) ટાવર રોડ પર દોરીમાં પથ્થર બાંધી પતંગ કાઢતો હતો ત્યારે પથ્થર તેના માથામાં વાગી જતાં 108માં સ્મીમેર ખસેડાયો હતો. સિવિલના આ નંબરો પર સેવા મળી રહેશે 9825304766, 9825504766 8320595439, 9979087053 8460670644 સુરત, મંગળવાર, 14 જાન્યુઆરી, 2025 | 2 15મીએ ગતી 14મીએ ગતી (પવનની ગતિ પ્રતિ કિલોમીટર)