back to top
Homeદુનિયાઉત્તર કોરિયાના સૈનિકોને મુક્ત કરવાની ઝેલેન્સકીની ઓફર:યુક્રેનિયન સૈનિકોને પરત કરવાની માગ કરી;...

ઉત્તર કોરિયાના સૈનિકોને મુક્ત કરવાની ઝેલેન્સકીની ઓફર:યુક્રેનિયન સૈનિકોને પરત કરવાની માગ કરી; ગયા અઠવાડિયે અટકાયત કરવામાં આવી હતી

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ કહ્યું છે કે, તેઓ રશિયાના કુર્સ્ક વિસ્તારમાં કેદ કરાયેલા ઉત્તર કોરિયાના સૈનિકોને છોડવા માટે તૈયાર છે. બદલામાં તેમણે રશિયામાં પકડાયેલા યુક્રેનિયન સૈનિકોના વિનિમયની માગ કરી છે. ઝેલેન્સકીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં લખ્યું- યુક્રેને શનિવારે ઉત્તર કોરિયાના 2 સૈનિકોને પકડવાની માહિતી આપી હતી. આ પહેલીવાર છે જ્યારે યુક્રેન દ્વારા ઉત્તર કોરિયાના સૈનિકોને જીવતા પકડી લીધા છે. આ અંગે રશિયા અને ઉત્તર કોરિયા તરફથી હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી. ‘ખબર ન હતી કે અમે યુદ્ધ લડી રહ્યા છીએ’ ઝેલેન્સકીએ પોતાની પોસ્ટમાં ઉત્તર કોરિયાના સૈનિકોનો વીડિયો પણ પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં બંને જવાનોની પૂછપરછ કરવામાં આવી રહી છે. વીડિયોમાં એક સૈનિક નીચે પડેલો છે જ્યારે બીજાના જડબામાં ઘા લાગેલો છે. એક સવાલના જવાબમાં જૂઠ બોલતા સૈનિકે કહ્યું કે, તેને ખબર નથી કે તે યુક્રેન સામે યુદ્ધ લડી રહ્યો છે. સૈનિકના કહેવા પ્રમાણે તેના કમાન્ડરોએ તેને તાલીમ ગણાવી હતી. ઝેલેન્સકીએ પોતાના વીડિયોમાં કહ્યું કે, એક સૈનિકે યુક્રેનમાં રહેવાની ઈચ્છા વ્યક્ત કરી છે, જ્યારે બીજો પરત ફરવા માગે છે. યુક્રેન અને પશ્ચિમી દેશોના અનુમાન મુજબ રશિયામાં ઉત્તર કોરિયાના 11 હજાર સૈનિકો હાજર છે. તેમને રશિયાના કુર્સ્ક વિસ્તારમાં યુક્રેન સામે લડવા માટે તૈનાત કરવામાં આવ્યા છે. યુક્રેને ગયા વર્ષે ઓગસ્ટમાં રશિયા વિરુદ્ધ કાર્યવાહી કરી હતી અને કુર્સ્કમાં સેંકડો ચોરસ કિલોમીટર જમીન પર કબજો કર્યો હતો. વ્લાદિવોસ્તોક બંદરથી સૈનિકોને રશિયા મોકલવામાં આવ્યા ગયા વર્ષે 18 ઓક્ટોબરે દક્ષિણ કોરિયાએ એવો પણ દાવો કર્યો હતો કે ઉત્તર કોરિયાએ યુક્રેન યુદ્ધમાં રશિયાની મદદ માટે સૈનિકો મોકલ્યા હતા. આ માહિતી દક્ષિણ કોરિયાની ગુપ્તચર એજન્સી નેશનલ ઈન્ટેલિજન્સ સર્વિસર (NIS) દ્વારા આપવામાં આવી છે. એજન્સીના જણાવ્યા અનુસાર ઉત્તર કોરિયાના સૈનિકો રશિયન નેવીના જહાજો પર રશિયાના વ્લાદિવોસ્તોક પોર્ટ પર પહોંચ્યા હતા. આ તમામ સૈનિકો ઉત્તર કોરિયાના સ્પેશિયલ મિશન ફોર્સનો ભાગ છે. NIS અનુસાર, ઉત્તર કોરિયાના સૈનિકોને રશિયન આર્મી યુનિફોર્મ, હથિયાર અને નકલી ઓળખ કાર્ડ આપવામાં આવ્યા છે. દાવો- ઉત્તર કોરિયાના 300 સૈનિકો માર્યા ગયા સીએનએનના અહેવાલ મુજબ, યુક્રેનનો અંદાજ છે કે કુર્સ્કમાં લડાઈ દરમિયાન ઉત્તર કોરિયાના 3,000થી વધુ સૈનિકો માર્યા ગયા અથવા ઘાયલ થયા છે. એક અમેરિકન અધિકારીના જણાવ્યા અનુસાર ઓક્ટોબરથી અત્યાર સુધી આ વિસ્તારમાં સેંકડો ઉત્તર કોરિયાના સૈનિકો માર્યા ગયા છે. દક્ષિણ કોરિયાના સાંસદ લી સિયોંગે સોમવારે ગુપ્તચર એજન્સીની માહિતીના આધારે કહ્યું કે, રશિયામાં અત્યાર સુધીમાં 300 ઉત્તર કોરિયાના સૈનિકોના મોત થયા છે જ્યારે 2700 ઘાયલ થયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments