દસાડા તાલુકાના અખિયાણા ગામમાં એક યુવકે આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે. મૂળ હળવદના સાપકડા ગામના કિશનભાઈ મંગાભાઈ રાઠોડ નામના યુવકે પોતાના સસરાના ઘરે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ, કિશનભાઈ છેલ્લા એક મહિનાથી અખિયાણા ગામમાં સસરાના ઘરે રહેતા હતા અને મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. આજે સવારે કોઈ અગમ્ય કારણોસર તેમણે આ પગલું ભર્યું હતું. ઘટનાની જાણ થતાં જ બજાણા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો અને અકસ્માત મોતનો કેસ નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાને પગલે ગામમાં લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા અને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.