નવસારીના કાછીયાવાડી ગામમાં આવેલા માં આદ્યશક્તિ અંબાના મંદિરમાં આજે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલે વિશેષ મુલાકાત લીધી હતી. 45 વર્ષ જૂના આ પ્રાચીન મંદિરનું નવનિર્માણ તાજેતરમાં ગામના આગેવાનોના સહયોગથી કરવામાં આવ્યું છે. મંત્રીએ મંદિરમાં પહોંચી માં અંબાના દર્શન કર્યા અને આરતીમાં જોડાયા હતા. તેમણે માતાજીના આશીર્વાદ મેળવ્યા અને સમગ્ર વિસ્તારના વિકાસ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો અને ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નવનિર્મિત મંદિર વિસ્તારના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. મંદિરના નવનિર્માણથી આસપાસના વિસ્તારમાં ધાર્મિક વાતાવરણ સાથે સામાજિક એકતા પણ મજબૂત બની છે.