ઉત્તરાયણ પર્વ માનવ જાત માટે આનંદનો ઉત્સવ છે. જ્યારે મુગા પક્ષીઓ માટે મોત સમાન બની ગયો છે. તેને ધ્યાને લઇને આ વખતે આણંદ શહેર સહિત પાંચ ગામના આગેવાનોએ મુગા પક્ષીઓને કોઇ જાનહાનિ ન થાય તે માટેઆણંદ શહેરના મોટાઅડધ, નાના અડધ અને આસપાસના વિસ્તારમાં રહેતા આગેવાનો દ્વારા આ વખત પક્ષી બચાવો અભિયાન સાથે પહેલ કરીને દિવસે નહીં પણ રાત્રે પતંગ ચંગાવવાનો આનંદ માણવાની તૈયારીઓ આરંભી દીધી છે. જે માટે દરેક વિસ્તારમાં દર 10 મકાન વચ્ચે એક હેલોજન લગાવીને આકાશમાં પ્રકાશ પાથરીને ખાસ કલરની ખંભાતી અને નડિયાદ પતંગો મગાવીને ઉડાડવા માટે આયોજન કરવામાં આવ્યું છે. પેટલાદના પાળજ ગામે દર વર્ષે ઉત્તરાયણ મનાવવા માટે મોટી સંખ્યામાં એનઆરઆઇ આવે છે. તેઓ છેલ્લા એક દાયકાથી નાઇટ ઉતરાયણ પર્વ ઉજવી રહ્યાં છે. આ ઉપરાંત આણંદ શહેર સહિત કરમસદ, બાકરોલ, જોળ, સામરખા, કાસોર સહિતના ગામોમાં પક્ષી બચાવવા અભિયાન હેઠળ રાત્રિ ઉતરાયણ મનાવવા માટે તૈયારીઓ આરંભી દીધી છે. નાઇટ ઉત્તરાયણ માટે અગાશી પર હેલોજન સહિત વ્યવસ્થા કરાઇ
આણંદ શહેરના ગામતળ વિસ્તાર એટલે મોટુ અડધ, નાનુ અડધ, ચોપટા સહિત વિસ્તારમાં દરવર્ષે ઉતરાયણ પર્વની ઉત્સાહ ભેર ઉજવણી કરાઇ છે. પરંતુ આ વખતે ગામતળમાં રહેતા આગેવાનો સ્પેશીયલ થીમ પર પક્ષી બચાવો અભિયાન હેઠળ રાત્રિ ઉતરાયણ મનાવવાનો નિર્ણય લીધો છે. યુવકો સહિત સૌ કોઇ રાતે 8 વાગ્યા બાદ આકાશમાં આતશબાજી કર્યા બાદ પતંગો ચગાવવાનો નિર્ણય કર્યો છે. જે માટે મોટા અને નાના અડધ સહિત અન્ય વિસ્તારોમાં 10 મકાનો વચ્ચે હેલોજનલાઇટ લગાવવામાં આવનાર છે.તેમજ રાત્રિના સમયે આકાશમાં દેખાય તેવા કલરની પતંગો ખાસ કરીને સફેદ કલરની પતંગો ઉપયોગ કરવામાં આવશે. > સચીન પટેલ, પૂર્વ કાઉન્સિલર પાળજ ગામે છેલ્લા એક દાયકાથી રાત્રિ ઉતરાયણ મનાવાય છે
પેટલાદ તાલુકાના પાળજ ગામ ઉત્તરાયણ પર્વની ઉજવણી માટે મોટીસંખ્યામાં એનઆરઆઇ આવે છે. તેવો દિવસે ગરમી વધુ હોવાથી દાયકા પહેલા એક વ્યકિતને વિચાર આવ્યો કે રાત્રે અગાસી ફલાઇટો મુકીને પતંગ ચઢાવવામાં આવે તો ગરમી થી બચી શકાય તેમજ પક્ષીઓને પણ ઇજાઓ ન થાય ત્યારથી અહી રાત્રે ઉતરાયણ મનાવવામાં આવે છે. પાળજ માં દિવસે માત્ર થોડી ઘણી પતંગો ચકે છે. રાત્રે આખુ ગામ જમી પરવારીને અગાસી પર ચઢી પતંગો ચગાવીને આનંદ માણે છે. > લલ્લુભાઇ પટેલ, આગેવાન, પાળજ જોળ, સામરખા, કરમસદમાં રાત્રિ ઉત્તરાયણની તૈયારીઓ ચાલુ
આણંદ જિલ્લાના મોટા ગામો જેવા કે સામરખા, કરમસદ, જોળ , કાસોર સહિત આસપાસના ગામોમાં રાત્રિ ઉતરાયણ ઉજવણી કરવામાં આવે છે. મુખ્યહેતુ પક્ષીઓને બચાવવા હેતુંથી કેટલાંક યુવકો દિવસે પતંગ ચગાવવાની જગ્યાએ રાત્રિના સમયે પતંગ ચગાવીને ઉત્તરાયણ પર્વ આનંદ માણવામાં આવે છે. રાત્રિ ઉતરાયણ સાથે એનઆરઆઇ પરિવારો દ્વારા ઉંધિયાની પાર્ટી સહિત ચા નાસ્તા સહિતની વ્યવસ્થા કરવામાં આવે છે.