back to top
Homeસ્પોર્ટ્સભારતીય ઓપનર અભિષેક શર્મા સાથે એરપોર્ટ પર ગેરવર્તણૂક:ઈન્સ્ટા સ્ટોરીમાં કહ્યું- સ્ટાફ સમયસર...

ભારતીય ઓપનર અભિષેક શર્મા સાથે એરપોર્ટ પર ગેરવર્તણૂક:ઈન્સ્ટા સ્ટોરીમાં કહ્યું- સ્ટાફ સમયસર પહોંચવા છતાં એક કાઉન્ટરથી બીજા કાઉન્ટર પર મોકલતો, ફ્લાઇટ ચૂકી ગયો

ટીમ ઈન્ડિયાના ઓપનર અભિષેક શર્મા સાથે દિલ્હી એરપોર્ટ પર ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. અભિષેકે ખુદ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરીને આ જાણકારી આપી છે. તેણે જણાવ્યું કે ઈન્ડિગો સ્ટાફના ખરાબ વર્તનને કારણે તે પોતાની ફ્લાઈટ ચૂકી ગયો. તે રજાઓ ઉજવવા જઈ રહ્યો હતો. જો કે આ મામલે ઈન્ડિગો તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. ઇંગ્લેન્ડ સામે 22 જાન્યુઆરીથી શરૂ થનારી T-20 સિરીઝ માટે અભિષેકની ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. 24 વર્ષના અભિષેકે લખ્યું- મને ઈન્ડિગો સાથેનો સૌથી ખરાબ અનુભવ દિલ્હી એરપોર્ટ પર થયો હતો. સ્ટાફ, ખાસ કરીને કાઉન્ટર મેનેજર સુષ્મિતા મિત્તલનું વર્તન ખૂબ જ ખરાબ હતું. હું સમયસર યોગ્ય કાઉન્ટર પર પહોંચ્યો, પરંતુ તેઓએ મને બિનજરૂરી રીતે બીજા કાઉન્ટર પર મોકલી દીધો. પાછળથી મને કહેવામાં આવ્યું કે ચેક-ઇન બંધ છે, જેના કારણે હું મારી ફ્લાઇટ ચૂકી ગયો. મારી પાસે માત્ર એક દિવસની રજા હતી. આ અત્યાર સુધીનો સૌથી ખરાબ એરલાઇન અનુભવ છે અને મેં ક્યારેય જોયેલું સૌથી ખરાબ સ્ટાફ મેનેજમેન્ટ છે. વિજય હજારે ટ્રોફીમાં અભિષેક પંજાબનો કેપ્ટન
વિજય હજારે ટ્રોફીમાં અભિષેક પંજાબનો કેપ્ટન હતો. બે દિવસ પહેલા 11 જાન્યુઆરીએ તેની ટીમને ક્વાર્ટર ફાઈનલ મેચમાં મહારાષ્ટ્રના હાથે 70 રને હારનો સામનો કરવો પડ્યો હતો.
અભિષેકે આ ટૂર્નામેન્ટની 8 મેચમાં એક સદી અને 3 અર્ધસદીની મદદથી 467 રન બનાવ્યા છે. ગયા વર્ષે ગર્લફ્રેન્ડે કરી હતી આત્મહત્યા, ક્રિકેટરની પણ પૂછપરછ કરવામાં આવી હતી
ગયા વર્ષે, અભિષેક શર્માની પૂર્વ ગર્લફ્રેન્ડ તાનિયા સિંહે 19 ફેબ્રુઆરી 2024ના રોજ સુરતમાં તેના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. આ કેસમાં પોલીસે અભિષેક શર્માની પૂછપરછ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments