back to top
Homeગુજરાતભેજાબાજે લોકોને ઠગ્યા:બરોડા ડેરીમાં નોકરીના નામે કર્મચારીનું કૌભાંડ, 13 યુવકો પાસેથી રૂ.2...

ભેજાબાજે લોકોને ઠગ્યા:બરોડા ડેરીમાં નોકરીના નામે કર્મચારીનું કૌભાંડ, 13 યુવકો પાસેથી રૂ.2 કરોડ ઉઘરાવી રફુચક્કર

નીરજ પટેલ
મધ્ય ગુજરાતની મોટામાં મોટી બરોડા ડેરીમાં નોકરી આપવાના નામે ડેરીનો જ કર્મચારી અનેક યુવાનો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવી ભૂગર્ભમાં ઊતરી ગયો છે. આ કૌભાંડમાં નોકરીવાંચ્છુઓને ડિરેક્ટર, પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખનો સંપર્ક હોવાનું જણાવીને ડેરીમાં ઊંચા પગારે નોકરી માટે ઉમેદવાર દીઠ 16 લાખ ઉઘરાવી હતી. 13 નોકરીવાંચ્છુઓ પાસેથી ડેરીના ડિરેક્ટરના નામે 2 કરોડ ઉપરાંતની રકમ લઇ કર્મચારી ઘર છોડી ભાગી ગયો છે. છેતરાયેલા યુવકોએ આ અંગે પોલીસ ફરિયાદ કરવાની તૈયારી શરૂ કરી છે. બરોડા ડેરીના મેન્ટેનન્સ વિભાગમાં કામ કરતા પાદરા તાલુકાના ગવાસદ ગામના પ્રિતેશ પટેલ નામના કર્મચારીએ 13 જેટલા યુવકોને ડેરીમાં નોકરી અપાવવાની ખાતરી આપી હતી. તેણે મારે ડેરીના ડિરેક્ટર, પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ (નિશાળિયા) સાથે સીધો સંપર્ક છે. મારી નોકરી પણ તેમણે લગાવી હતી અને મારા ગામના યુવકોને પણ નોકરી પર લગાવ્યા છે, એમ જણાવી મોટી રકમ આપો તો તમને પણ ડેરીમાં નોકરી અપાવી દઈશ એમ જણાવ્યું હતું.
ભેજાબાજ પ્રિતેશ પટેલે યુવકોને શરૂઆતમાં મહિને 32 હજાર પગાર અને દર વર્ષે 10 ટકા પગાર વધારાની ઓફર આપી હતી. જેના બદલામાં ઉમેદવાર દીઠ 16 લાખ ઉઘરાવ્યા હતા. 1 વર્ષ વીતી જવા છતાં નોકરી ન મળતાં યુવકોએ દબાણ કર્યું હતું. ત્યારબાદ ભેજાબાજે યુવકોને બોગસ એપોઇન્ટમેન્ટ લેટર પણ બનાવી આપ્યા હતા.
જોકે ડેરીમાં નોકરી નહિ મળતાં યુવકોએ પ્રિતેશ પટેલને પૂછતાં અંતે તેણે નોકરી પર જવાનું બંધ કરી દીધું હતું. બાદમાં યુવકોએ ઘરે જવાનું શરૂ કરતાં પ્રિતેશ ઘર છોડીને પણ ભાગી ગયો હતો, જેને લઇ યુવકોએ વકીલનો સંપર્ક કરી પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી શરૂ કરી છે.
હું કોઈ પ્રિતેશ પટેલને ઓળખતો નથી હું કોઈ પ્રિતેશ પટેલને ઓળખતો નથી. તેણે મારું નામ ખોટું વટાવ્યું છે. ડેરીમાં નોકરી માટે આખી પ્રક્રિયા હોય છે. કોઇના કહેવાથી કોઇને પણ નોકરી આપી દેવાતી નથી. >સતીષ પટેલ (નિશાળિયા), જિલ્લા ભાજપ પ્રમુખ
અન્ય મિત્ર દ્વારા ઓળખાણ થઈ હતી | ડેરીમાં નોકરી માટે ડેરીના કર્મચારી પ્રિતેશ પટેલને 16 લાખ રૂપિયા આપનાર પ્રણવ સોલંકીએ જણાવ્યું છે કે, કપુરાઇ પાસે સુગમ પાર્લર ચલાવનાર ડોનાલ્ડ પટેલ મારો મિત્ર હતો, જેની સાસરી ગવાસદ છે. તેની બાજુમાં પ્રિતેશ પટેલ રહેતો હતો અને ડેરીમાં નોકરી કરતો હતો. તેણે મને નોકરી અપાવવાની લાલચ આપીને મારી પાસેથી 16 લાખ રૂપિયા લીધા હતા અને બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર આપ્યો હતો.
છેતરાયેલાનાં નામ પ્રણવ સોલંકી, ડોનાલ્ડ પટેલ, પ્રતિક પટેલ, પ્રથમ પટેલ, અર્પિત પટેલ, રોનીલ પટેલ, રાજેશ ઠાકોર છેતરાયેલા પ્રિતેશ પટેલના ઘરે પહોંચ્યા બરોડા ડેરીમાં નોકરી અપાવવાના બહાને ડેરીના જ કર્મચારી પ્રિતેશ પટેલ અગાઉ ગવાસદ ગામે રહેતો હતો, પરંતુ હાલમાં તેણે કલાલી ફોર્ચ્યુન સ્કાય લાઇનમાં ફ્લેટ લઈ ત્યાં રહેતો હતો. કરોડો ઉઘરાવ્યા બાદ નોકરી ન અપાવી શકતા નોકરી બંધ કરી ઘરે પણ આવતો નથી, છેતરાયેલા યુવકો હવે તેના ઘર પાસે તેની રાહ જોઈ રહ્યા છે. મારી સાસરીની બાજુમાં પ્રિતેશ પટેલ રહેતો હતો. તેણે મને ડેરીમાં નોકરી અપાવવાની વાત કરી હતી. એટલે મેં પોતે, મારા જીજાજી અને તેમના પણ જીજાજી મળી 3ને નોકરી અપાવવા માટે પ્રિતેશ પટેલને 70 લાખ રૂપિયા આપ્યા હતા.- ડોનાલ્ડ પટેલ, પીડિત

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments