આહવા સિવિલ હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે માનવતાની મહેક પ્રસરાવતો કાર્યક્રમ યોજાયો હતો. શ્રીમદ ભાગવત કથાકાર દિપકભાઈ શાસ્ત્રી ડોંગરાજી મહારાજના શિષ્ય દ્વારા આજે ગરીબ દર્દીઓને ગરમ ધાબળા અને વ્હીલચેરનું વિતરણ કરવામાં આવ્યું હતું. નૈમિષારણ્ય ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ડોંગરેજી ધામ વડોદરા દ્વારા આયોજિત આ સેવા કાર્યક્રમમાં હોસ્પિટલના આર.એમ.ઓ. ડૉ. સુરેશભાઈ પવાર, ડૉ. મિતેષ કુંબી સહિત મેડિકલ સ્ટાફ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અવિનાશભાઈ બધાણે, નિલેશભાઈ, કેતનભાઈ તેમજ મેટ્રન મેડમ સહિતના સ્ટાફે વિતરણમાં સહયોગ આપ્યો હતો. સ્થાનિક આગેવાનોમાં અંબાસેઠ, ગીરીશભાઈ, રાજુભાઈ અને કીર્તિભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ડોંગરાજી મહારાજના શિષ્યે જાહેરાત કરી હતી કે ભવિષ્યમાં પણ સિવિલ હોસ્પિટલને કોઈપણ પ્રકારની મદદની જરૂર પડશે તો તેઓ સેવા માટે સદા તત્પર રહેશે. આ રીતે સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.