આગામી મેગા બજેટ ફિલ્મ ‘ધૂમ 4’ રણબીર કપૂરના ખાતામાં આવી છે. એક્ટરે પણ આ ફિલ્મની તૈયારીઓ શરૂ કરી દીધી છે. એવા અહેવાલો છે કે રણબીર કપૂર ફિલ્મ ‘ધૂમ 4’ માટે તેનો લુક સંપૂર્ણપણે બદલી નાખશે. આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે એપ્રિલમાં શરૂ થવાનું છે. તાજેતરના ઈન્ડિયા ટુડેના રિપોર્ટમાં પ્રમાણે રણબીર કપૂરને ફિલ્મ ‘ધૂમ 4’માં નવો લુક આપવો પડશે અને તેને શરૂ કરતા પહેલા તે તેના 2 હાલના પ્રોજેક્ટ્સ પૂરા કરવા જઈ રહ્યો છે. ‘ધૂમ 4’નું શૂટિંગ એપ્રિલ 2026માં શરૂ કરવાની યોજના છે. પ્રોડક્શન ટીમ હાલમાં ફિલ્મ માટે 2 ફીમેલ લીડને લોક કરવાનો પ્રયાસ કરી રહી છે. આ ફિલ્મ માટે સાઉથ ઈન્ડસ્ટ્રીની એક્ટ્રેસ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. થોડા સમય પહેલા એવું બહાર આવ્યું હતું કે આદિત્ય ચોપરા ધૂમ ફ્રેન્ચાઈઝીની 3 સફળ ફિલ્મો પછી ફ્રેન્ચાઈઝીને આગળ લઈ જવાની તૈયારી કરી રહ્યો છે. અયાન મુખર્જી આ ફિલ્મનું ડિરેક્શન કરી શકે છે, જ્યારે વિજય કૃષ્ણ આચાર્ય આ ફિલ્મ સાથે લેખક તરીકે જોડાયેલા છે. આ પહેલા વિજય કૃષ્ણ આચાર્યએ 2013માં રિલીઝ થયેલી ધૂમ 3નું ડિરેક્શન પણ કર્યું હતું. ધૂમ ફ્રેન્ચાઈઝીની 3 ફિલ્મો ધૂમ, ધૂમ 2 અને ધૂમ 3 રિલીઝ થઈ છે. પહેલી ફિલ્મમાં અભિષેક બચ્ચન, જોન અબ્રાહમ, ઉદય ચોપરા મહત્વના રોલમાં હતા જ્યારે બીજી ફિલ્મ ધૂમ 2માં અભિષેક બચ્ચન, રિતિક રોશન અને ઐશ્વર્યા રાય મુખ્ય ભૂમિકામાં હતા. 2013માં રિલીઝ થયેલી ધૂમ 3માં આમિર ખાને ડબલ રોલ કર્યો હતો, જ્યારે કેટરીના કૈફ પણ તેની સાથે હતી. રણબીર કપૂરના ખાતામાં ઘણી મોટી ફિલ્મો છે
રણબીર કપૂર આગામી વર્ષોમાં ઘણી મોટી ફિલ્મોમાં જોવા મળવાનો છે. હાલમાં તેની પાસે એક મેગા-બજેટ ફિલ્મ ‘રામાયણ’ છે જે નીતિશ તિવારીના ડિરેક્શનમાં બની રહી છે, જેમાં તે ભગવાન શ્રી રામની ભૂમિકા ભજવશે. આ સિવાય તે સંદીપ રેડ્ડી વાંગાના ‘એનિમલ પાર્ક’માં પણ જોવા મળશે. હાલમાં જ રણબીરે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વોર સાઈન’ કરી છે, જેમાં તે વિકી કૌશલ અને આલિયા ભટ્ટ સાથે જોવા મળશે. તે ‘બ્રહ્માસ્ત્રઃ ભાગ 2 દેવ’માં પણ જોવા મળશે.