બે પતંગો કાપ્યા બાદ શાહનો પતંગ પણ કપાયો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મેમનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણ ઉજવી.બે પતંગો કાપ્યા બાદ અમિત શાહનો આકાશમાં ઉંચે ચઢેલો પતંગ કપાઈ ગયો.. સૌથી મોટી પોલીસ લાઈનનું અમિત શાહે ખાતમુહૂર્ત કર્યું અમિત શાહે ઘાટલોડિયામાં બનનારી રાજ્યની સૌથી મોટી પોલીસ લાઈનનું ખાતમુહૂર્ત કર્યુ.. પોલીસ લાઈનમાં 13 માળનાં કુલ 18 ટાવર બનશે.સાથે જ તેમણે જગન્નાથ મંદિરે દર્શન કરી, ગૌપૂજન પણ કર્યું હતું.. રાજ્યભરના તીર્થસ્થાનોમાં મકરસંક્રાતિની ઉજવણી મકરસંક્રાંતિની રાજ્યભરના તીર્થસ્થાનોમાં ઉજવણી કરાઈ. શક્તિપીઠ અંબાજી અને સાળંગપુરમાં પતંગનો શણગાર કરાયો. તો સોમનાથમાં ઓનલાઈન ગૌપૂજા કરવામાં આવી.. રીલ્સની લાયમાં ગેરકાયદે પ્રવૃત્તિનો વીડિયો વાયરલ મોરબીના હળવદના મયુરનગર ગામે યુવકને હથિયાર અને દારુ સાથે રીલ બનાવવી ભારે પડી..હાથમાં બીયરના ટીન, ધારિયા અને તલવાર સાથે રીલ પોસ્ટ કરનાર યુવક સામે પોલીસે ગુનો નોંધ્યો.. સંઘાણીએ પોલીસ પર સત્તાના દુરુપયોગનો આક્ષેપ કર્યો ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કાયદામંત્રી દિલીપ સંઘાણીએ લેટર કાંડ મુદ્દે પોલીસને જવાબદાર ઠેરવતા કહ્યું કે પોલીસે સત્તાનો દુરુપયોગ કરી, કેસમાં વધુ પડતી કાર્યવાહી કરી.. સતત ચોથા દિવસે મેગા ડિમોલીશન યથાવત બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે મેગા ડિમોલિશનની કાર્યવાહી યથાવત..260થી વધુ ગેરકાયદે રહેણાક બાંધકામ-ધાર્મિક સ્થળ તોડી, 35 કરોડથી વધુની સરકારી જમીન ખુલ્લી કરાઈ.. બે જુથોના હિંસક ઘર્ષણનો વીડિયો વાઈરલ સુરેન્દ્રનગરના ખારાઘોડાના નવાગામમાં એક જ કોમના બે જૂથો વચ્ચે હિંસક ઘર્ષણનો વીડિયો વાયરલ થયો પુરુષોએ લાકડી-હથિયારથી હુમલો કર્યો તો મહિલાઓ પણ ધોકા-પાઈપ લઈને રણચંડી બની..આઠ વર્ષ જૂની અદાવતમાં મારામારી કરી વિજય રુપાણીએ પાયલ ગોટી મામલે આપ્યું નિવેદન પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીએ પાયલ ગોટી મામલે નિવેદન આપી કોંગ્રેસ પર પ્રહાર કર્યા બેટરીમાં સ્પાર્ક થતા કાર આગની લપેટમાં જૂનાગઢના મધુરમ બાયપાસ પાસે સોમવારે રાત્રે XUV કાર અચાનક આગની લપેટમાં આવી ગઈ. કારમાં સવાર લોકો સમયસર બહાર નિકળી જતાં કોઈ જાનહાની થઈ નહોતી. બેટરીમાં થયેલા સ્પાર્કને કારણે આગ લાગી હતી.