ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહે તેના ડિસેમ્બરના પ્રદર્શન માટે ICC પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ જીત્યો છે. ICCએ તેની સાથે સાઉથ આફ્રિકાના બોલર ડેન પેટરસન અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સને પણ નોમિનેટ કર્યા હતા. વુમન્સ કેટેગરીમાં ઓસ્ટ્રેલિયાની એનાબેલ સધરલેન્ડને આ એવોર્ડ મળ્યો છે. ભારતની સ્મૃતિ મંધાના અને સાઉથ આફ્રિકાની એન માલાબા પણ રેસમાં હતી. સધરલેન્ડે 5 મેચમાં 9 વિકેટ લીધી અને 269 રન પણ બનાવ્યા. બુમરાહે ડિસેમ્બરમાં 3 મેચમાં 22 વિકેટ લીધી
જસપ્રીત બુમરાહે ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે 3 ટેસ્ટ રમી હતી. જેમાં તેણે 22 વિકેટ પોતાના નામે કરી હતી. તેણે મેલબોર્ન અને બ્રિસ્બેનમાં 18 વિકેટ લીધી હતી. તે એડિલેડમાં માત્ર 4 વિકેટ લઈ શક્યો હતો, કારણ કે ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગમાં માત્ર 2 ઓવરની બેટિંગ કરીને મેચ જીતી લીધી હતી. તેના શાનદાર પ્રદર્શનના કારણે બુમરાહ ટેસ્ટ રેટિંગમાં ટોપ પર પહોંચી ગયો છે. પેટરસને 13 અને કમિન્સે 17 વિકેટ ઝડપી હતી
પ્લેયર ઓફ ધ મન્થની રેસમાં સાઉથ આફ્રિકાના ડેન પેટરસનનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. તેણે શ્રીલંકા અને પાકિસ્તાન સામે માત્ર 2 ટેસ્ટમાં 13 વિકેટ લીધી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ભારત સામે 3 ટેસ્ટમાં 17 વિકેટ લીધી હતી. સધરલેન્ડે બે સદી સાથે 9 વિકેટ લીધી
એનાબેલ સધરલેન્ડે ડિસેમ્બરમાં 5 વન-ડે મેચ રમી હતી. ભારત સામેની ત્રણ મેચની સિરીઝમાં તેણે સદીની મદદથી 122 રન બનાવ્યા હતા. બોલિંગમાં પણ 6 વિકેટ લીધી. ન્યૂઝીલેન્ડ સામેની બે વન-ડેમાં તેણે 147 રન બનાવ્યા અને 3 વિકેટ લીધી. તે બંને સિરીઝમાં પ્લેયર ઓફ ધ સિરીઝ બની હતી.