back to top
Homeગુજરાતબેટરી સ્પાર્ક થતાં XUV કારમાં વિકરાળ આગ:લાઈટ લબક ઝબક થવા લાગીને પછી...

બેટરી સ્પાર્ક થતાં XUV કારમાં વિકરાળ આગ:લાઈટ લબક ઝબક થવા લાગીને પછી બોનેટમાંથી ધુમાડા નીકળ્યા, 15 લાખની કાર ખાખ, પરિવારનો આબાદ બચાવ

જૂનાગઢના મધુરમ બાયપાસ પર મંગળવારે રાત્રે એક ગંભીર દુર્ઘટના સામે આવી, જ્યાં એક XUV કાર અચાનક આગની લપેટમાં આવી ગઈ. ઈસાન મકવાણા તેમના પરિવાર સાથે ઝાંઝરડા ચોકડી તરફ જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની. મધુરમ બાયપાસથી થોડે આગળ જતાં જ કારની લાઈટ અનિયમિત થઈ હતી અને લબક ઝબક થવા લાગી. ત્યારબાદ બોનેટમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. જોતજોતામાં કાર આગની ચપેટમાં આવી ગઈ હતી અને બળીને ખાખ થઈ હતી. બેટરી સ્પાર્ક થતાં આગ લાગી પણ સતર્કતાથી પરિવારનો બચાવ થયો હતો. પરિવાર ઊતરી ગયો પછી કાર સળગી ઊઠી
ઈસાનભાઈએ તત્કાલ સૂઝબૂઝ દાખવીને કાર રોકી અને પત્ની, ભાભી તથા બે બાળકો સહિત તમામ સભ્યોને સુરક્ષિત બહાર કાઢ્યા. આ નિર્ણય જીવનરક્ષક સાબિત થયો, કારણ કે માત્ર થોડી જ ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે કારની બેટરીમાં થયેલા સ્પાર્કને કારણે આગ લાગી હતી. XUV કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ
જૂનાગઢ મહાનગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારી મેહુલ પરમાર અને તેમની ટીમે ઘટનાસ્થળે પહોંચી તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી. ફાયર ફાઈટર્સની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો, પરંતુ ત્યાં સુધીમાં અંદાજે 15 લાખની કિંમતની XUV કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે, પરિવારના સભ્યોની સમયસૂચકતાને કારણે કોઈ જાનહાનિ થઈ નહીં અને મોટી દુર્ઘટના ટળી ગઈ. પોલીસે ફાયર વિભાગને જાણ કરી
કારચાલક ઈસાન મકવાણાએ જણાવ્યું હતું કે, હું મારાં પત્ની,મારાં ભાભી અને બે બાળકો કારમાં મધુરમથી ઝાંઝરડા રોડ તરફ જઈ રહ્યા હતા. તે સમયે ચાલુ ગાડીએ લાઈટ ચાલુ બંધ થવા લાગી હતી. જેથી ગાડી ઊભી રાખી જોતા બેટરીમાં સ્પાર્ક થતાં મિનિટોમાં જ કાર સળગી ઊઠી હતી. કારમાં આગ લાગતા સમય સૂચકતા વાપરી સામે બધા કારની બહાર નીકળી શક્યા હતા. 15 લાખથી વધુની કિંમતની મારી કાર આગ લાગતા બળીને ભડથું થઈ ગઈ હતી. આગ લાગતા તાત્કાલિક પોલીસ ફાયર વિભાગને જાણ કરી હતી. તાત્કાલિક ફાયર વિભાગે આવી કારમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવાયો
જૂનાગઢ મહાનગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારી મેહુલ પરમારે જણાવ્યું હતું કે, અમને જૂનાગઢ મધુરમ વિસ્તારના સેન્ટર પ્લાઝા પાસે કારમાં આગ લાગ્યાનો કોલ આવ્યો હતો. જેને લઇ તાત્કાલિક ફાયર વિભાગ મધુરમ બાયપાસ પર ઘટના સ્થળે પહોંચ્યું હતું. જ્યાં પાણીનો મારો ચલાવી કારમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments