back to top
Homeગુજરાતભાજપ સંગઠનને લઈ બાવળિયાનું સૂચક નિવેદન:રાજકોટમાં શોભાયાત્રા દરમિયાન કહ્યું- 'મંત્રીમંડળની માફક સંગઠનમાં...

ભાજપ સંગઠનને લઈ બાવળિયાનું સૂચક નિવેદન:રાજકોટમાં શોભાયાત્રા દરમિયાન કહ્યું- ‘મંત્રીમંડળની માફક સંગઠનમાં પણ કોળી સમાજને સ્થાન મળશે’

રાજકોટ શહેરનાં સામા કાંઠા વિસ્તારમાં આજે કોળી સમાજના ઇષ્ટદેવ માંધાતાજીની વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જેમાં કુંવરજીભાઈ બાવળીયા સહિતના કોળી સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ તકે બાઈક રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. કોળી સમાજના ઇષ્ટદેવ માંધાતાજીની શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, હાલ કોળી સમાજનું પ્રતિનિધિત્વ મંત્રી મંડળમાં છે અને આગામી સમયમાં પણ આ સ્થાન યથાવત રહેશે. કેબિનેટમંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, આજે કોળી સમાજના ઇષ્ટદેવ માંધાતા ભગવાનનો પ્રાગટય દિવસ છે. જે નિમિતે આ શોભાયાત્રા યોજાઈ છે. માંધાતા ભગવાનને અમારા સમાજના લોકો ખૂબ જ શ્રદ્ધા અને ભાવથી માને છે. ત્યારે આજે નાના-મોટા સૌ સાથે મળીને આજના દિવસની ઉજવણી કરી રહ્યા છે. રાજકોટમાં છેલ્લા 12 વર્ષથી આ શોભાયાત્રા નીકળે છે. આજે સતત 13માં વર્ષે યોજાયેલી આ શોભાયાત્રા પણ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટેનું આયોજન અહીં સ્થાનિક આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. આજે મકરસંક્રાંતિનો પાવન પર્વ પણ હોવાથી મંત્રી તરીકે હું ગુજરાતના તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવું છું. વીંછીયાની ઘટના અંગે જણાવતા તેમણે કહ્યું હતું કે, એમાં કાઈ છે નહીં જે તાંત્રિક ભુવાની વાત હતી તેના અંગે ફરિયાદ થઈ છે અને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. મંત્રી મંડળમાં થનાર ફેરફારને લઈને તેમણે જણાવ્યું કે, હાલમાં કોળી સમાજનું પ્રતિનિધિત્વ મંત્રી મંડળમાં છે. આગામી સમયમાં પણ સ્થાન યથાવત રહેશે. હાલ સંગઠન પર્વનું કામકાજ ચાલી રહ્યું છે. જેમાં સંગઠનમાં પણ દરેક સમાજની વસ્તી પ્રમાણે ઓબીસી સમાજને પણ તેમનો હક્ક હિસ્સો મળશે તેવો વિશ્વાસ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments