ઉત્તરપ્રદેશમાં ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના પવિત્ર સંગમ પર વિશ્વના સૌથી મોટા ધાર્મિક કાર્યક્રમોમાંના એક ગણાતા મહાકુંભ મેળાનો સોમવારે સત્તાવાર રીતે પ્રારંભ થયો હતો. ઠંડી હોવા છતાં, પ્રથમ પવિત્ર સ્નાનમાં કરોડો શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. પીટીઆઈના અહેવાલો સૂચવે છે કે આ કાર્યક્રમ 45 કરોડથી વધુ લોકોને આકર્ષિત કરશે, જે તેને ધાર્મિક ઈતિહાસમાં એક યાદગાર ધાર્મિક મેળાવડો બનાવશે. આધ્યાત્મિક ઉત્સાહ વચ્ચે, મહાકુંભ મેળાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેણે સોશિયલ મીડિયા પર ધુમ મચાવી દીધી છે. આ વીડિયોમાં એક સાધુને તેના તંબુમાં યુટ્યુબર સવાલ પુછી રહેલો દેખાય છે. વાતચીતમાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે સવાલોથી ચિડાયેલા સાધુએ યુટ્યુબર પર ચીપીયાથી હુમલો કર્યો અને તેને મારી મારીને તંબુની બહાર કાઢી મુક્યો. તેમાં સાધુને સાંભળવામાં આવ્યા, “તમે લોકો જોઈ રહ્યા છો, તેણે શું ખોટું કહ્યું?” બાબા ગુસ્સે થતા ચીપીયાથી મારી મારીને યુટ્યુબરની ધોલાઈ કરી
ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ @janta_darbaar123 દ્વારા શેર કરવામાં આવેલ વીડિયોને 18.5 મિલિયન વખત જોવામાં આવ્યો છે, સાથે જ હજારો કોમેન્ટ્સ પણ આવી રહી છે . આ વીડિયો પર લોકોની વિવિધ પ્રતિક્રિયાઓ આવી રહી છે. ઘણા યુઝર્સે વીડિયો ફની ગણાવ્યો, તો કેટલાક લોકોએ ઘટનાની નૈતિકતા પર ચર્ચા કરી. એક યુઝરે કટાક્ષ કર્યો, “જ્યારે તમે સાધુને મૂર્ખતાભર્યો સવાલ પૂછો છો ત્યારે આવું થાય છે!” બીજાએ કહ્યું, “તેમના સ્થાનનો આદર કરો.” અન્ય એકે લખ્યું, “યુટ્યુબરે સ્પષ્ટપણે બોર્ડર પાર કરી છે. તમે કંઈપણ પૂછી શકતા નથી અને લોકોને શાંત રહેવાની અપેક્ષા રાખી શકો છો. હજુ પણ બીજાએ દલીલ કરી, “હિંસા એને જવાબ નથી. સાધુએ પણ તેને વધુ સારી રીતે સંભાળવું જોઈતું હતું. એક યુઝરે લખ્યું, “આ ક્રિએટર્સને તેની મર્યાદા શીખવાની જરૂર છે. બધું ક્લિક્સ અને વ્યુઝ માટે નથી હોતું.” જ્યાં કેટલાક લોકોએ સંતનો બચાવ કર્યો, અન્ય એક યુઝરે કહ્યું કે, “કોઈની શાંતિમાં ખલેલ પહોંચાડતા પહેલા બે વાર વિચારવાનો આ એક પાઠ છે.”