back to top
Homeગુજરાતયુવક ધારિયું-તલવાર સાથે નાચ્યો:બિયર પીતાં પીતાં અશ્લીલ ભાષાનો ઉપયોગ કર્યો; રીલ્સની લાયમાં...

યુવક ધારિયું-તલવાર સાથે નાચ્યો:બિયર પીતાં પીતાં અશ્લીલ ભાષાનો ઉપયોગ કર્યો; રીલ્સની લાયમાં ગેરકાયદે પ્રવૃત્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ

સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવવા માટે થઈને લોકો કંઇપણ કરવા તૈયાર થઇ જતાં હોય છે. હળવદના મયુરનગર ગામે યુવકે સોશિયલ મીડિયા પર ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો, જેમાં તે લોખંડનું ધારિયું અને તલવાર જેવા હથિયારો સાથે નાચતો હતો. એટલું જ નહિ બિયર પીતાં પીતાં અશ્લીલભાષાનો ઉપયોગ કરતો જોવા મળ્યો હતો. આ વીડિયો પોલીસના ધ્યાન પર આવતાં તાત્કાલિક આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ માટે તજવીજ શરૂ કરી છે. આ ઘટના સોશિયલ મીડિયાના દુરુપયોગ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિને જોખમમાં મૂકતી ગંભીર બાબત છે. બિયરની બોટલ-હથિયાર સાથે નાચતો જોવા મળ્યો
હળવદ તાલુકાના મયુરનગર ગામમાં એક યુવકે સોશિયલ મીડિયા પર ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતો વીડિયો અપલોડ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આરોપી જયદીપ દિનેશભાઈ ડાભીએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો અપલોડ કર્યો હતો, જેમાં તે લોખંડનું ધારિયું અને તલવાર જેવા હથિયારો તેમજ બિયરની બોટલ સાથે નાચતો અને અશ્લીલભાષાનો ઉપયોગ કરતો જોવા મળ્યો હતો. આ વીડિયો પોલીસના ધ્યાન પર આવતાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. કારમાંથી દારૂની ત્રણ બોટલ મળી
હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જયદીપ દિનેશભાઈ ડાભી નામના શખસની સામે વાઇરલ વીડિયો બાબતે ગુનો નોંધાયો છે. તે થોડાં દિવસો પહેલાં રાણેકપર રોડ ઉપર કાર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે, તેની કારનો અકસ્માત થયો હતો. આ અંગેની જાણ હળવદ પોલીસને કરવામાં આવતાં પોલીસે સ્થળ ઉપર જઈને કાર ચેક કરી હતી. કારમાંથી દારૂની નાની ત્રણ બોટલ મળી આવી હતી. જોકે આરોપી નાસી છૂટ્યો હતો, જેથી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો. આ ગુનામાં પણ જયદીપ દિનેશભાઈ ડાભીને પકડવાનો બાકી હોવાનું પોલીસ પાસેથી જાણવા મળે છે. જાહેરમાં બિયર પીતા બે શખસ ઝડપાયા
થોડાં દિવસો પહેલાં પણ મોરબીમાં જયેશ ઠાકોર નામના કોઈ વ્યક્તિના ઇન્સ્ટગ્રામ આઈડી ઉપર એક વીડિયો મુકવામાં આવ્યો હતો. તે વીડિયોની અંદર દેખાતા બે વ્યક્તિ બિયર પીતા હોય તે પ્રકારનો હતો. જે સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવ્યો હતો. આ વીડિયો અપલોડ થતાની સાથે જ પોલીસના ધ્યાને આવતાં પોલીસ તાત્કાલિક સક્રિય થઈ હતી. વીડિયોની અંદર દેખાતા બે વ્યક્તિમાં એકનું નામ નુરો અને બીજાનું નામ બલ્લુ હોવાનું સામે આવ્યું હતું. જેથી કરીને વીડિયોમાં દેખાતા બંને શખસને બી ડિવિઝન પોલીસ દ્વારા પકડવામાં આવ્યા હતા. કાર પર સ્ટંટ કરનારને પોલીસે દબોચ્યો
મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલા ઢુવા ચોકડી પાસેથી સ્વિફ્ટ ડિઝાયર (ગાડી નંબર જીજે 1 આરએલ 1254) લઈને પસાર થઈ રહેલા શખસે ચાલુ ગાડીએ ડ્રાઇવર સાઇડનો દરવાજો ખોલી, ગાડીની છત પર બેસી સ્ટંટ કર્યા હતા. જે પોલીસના ધ્યાને આવ્યું હતું, જેથી કરીને પોતાની તથા અન્ય લોકોની જિંદગી જોખમમાં મુકનાર શખસને શોધવા તજવીજ હાથ કરી હતી. હાલમાં આ ઘટનામાં મયુરસિંહ ઉર્ફે નાગરાજ હરેશભાઈ અસવાર (ઉં.વ.26, રહે. જૂના ઢુવા, તાલુકો વાંકાનેર) સામે ગુનો નોંધી પોલીસે ગતરોજ તેની ધરપકડ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments