કરીના, કરિશ્મા અને રણબીરના કઝીન ભાઈ આધાર જૈને તેની ગર્લફ્રેન્ડ અલેખા સાથે લગ્ન કર્યા છે. આ કપલના લગ્ન ગોવામાં યોજાયા હતા, જેમાં તેમના કેટલાક મિત્રો અને નજીકના સંબંધીઓએ હાજરી આપી હતી. ક્રિશ્ચિયન રિવાજ મુજબ થયેલા આ લગ્નની ઝલક હવે સામે આવી છે. કરિશ્મા કપૂર, નીતુ કપૂરની પણ આ લગ્નમાં હાજરી જોવા મળી હતી. જુઓ આધાર જૈન અને અલેખાના લગ્નની તસવીરો- આધાર જૈનની કઝીન બહેન કરિશ્મા કપૂરે તાજેતરમાં તેના ઈન્સ્ટાગ્રામ પર આધાર જૈન અને અલેખાના લગ્નના ફોટા શેર કર્યા છે. તેણે કપલની તસવીર પોસ્ટ કરી અને લખ્યું, ઓન્લી લવ નીતુ કપૂરે પણ આધાર જૈનના લગ્નનો એક ફેમિલી ફોટો શેર કર્યો છે. તસવીરમાં કપૂર પરિવારમાંથી કરિશ્મા કપૂર, રીમા જૈન, રિતુ નંદા, અરમાન જૈન, તેમની પત્ની અનીસા જૈન, નીતુ કપૂર જોવા મળે છે. આધાર જૈને લાંબા સમય સુધી ડેટ કર્યા બાદ તેની ગર્લફ્રેન્ડ અલેખા અડવાણી સાથે 23 નવેમ્બરે સગાઈ કરી હતી. કપલની સગાઈ સેરેમનીની તસવીરો હેડલાઇન્સમાં રહી હતી. આ દરમિયાન કરીના કપૂર, કરિશ્મા કપૂર અને રણબીરે તેમની ભાભીનું આરતી કરીને સ્વાગત કર્યું હતું. તારા સુતારિયા સાથેના બ્રેકઅપ પછી, આદર જૈન પ્રથમ વખત કરીનાની દિવાળી પાર્ટીમાં અલેખા અડવાણી સાથે જોવા મળ્યો હતો. બંનેએ પાપારાઝી માટે પોઝ પણ આપ્યા હતા. થોડા દિવસો પછી આધારે એક પોસ્ટ દ્વારા અલેખા સાથેના તેના સંબંધોની પુષ્ટિ કરી હતી. તેણે અલેખાનો હાથ પકડીને ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. આ પોસ્ટ સાથે તેણે કેપ્શનમાં લખ્યું – મારા જીવનનો પ્રકાશ. આધાર જૈન રાજ કપૂરના દૌહિત્ર છે
આધાર રીમા જૈન અને મનોજ જૈનનો પુત્ર છે. રીમા જૈન સ્વર્ગસ્થ રાજ કપૂરની પુત્રી છે. કપૂર પરિવાર સાથે સંબંધ ધરાવતા હોવાથી તેનો હંમેશા ફિલ્મો તરફ ઝુકાવ જોવા મળ્યો છે અને કારકિર્દીના વિકલ્પ તરીકે એક્ટિંગનો ઓપ્શન પસંદ કર્યો હતો. આદર 2017 માં ‘કૈદી બેન્ડ’ સાથે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ પછી તે ‘મોગલ’ અને ‘હેલો ચાર્લી’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યો. જો કે આદરની ત્રણ ફિલ્મો બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નથી.